આંબાવાડીની એપ્ટસ ઇન્ફ્રા પ્રોજેકટ કંપનીની સાનવ નામની ફ્લેટની સ્કીમમાં ફ્લેટ આપવાના બહાને ફરિયાદી સાથે પૈસા લઈને ફ્લેટ બીજાને વેચી દેનાર કંપનીના ડાયરેક્ટર સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી જે મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. આંબાવાડી ખાતેની એલિમેન્ટ સાનવ નામની ફ્લેટની સ્કીમમાં શિરીષ શાહે 201 નંબરનો ફ્લેટ ઓક્ટોબર ,2019માં બુક કરાવ્યો હતો જે માટે તેમને 1.40 કરોડની રકમ સ્કીમમાં ડાયરેકટ સૌરીન પંચાલને ચૂકવી હતી.ફ્લેટનું 1 વર્ષમાં પઝેશન આપવાનું પણ જણાવ્યું હતું. શિરીષભાઈની જાણ બહાર સૌરીન પંચાલે તેમની ખોટી સહીઓ અને અંગૂઠાઓ કરીને બનાખત કેન્સલ કરાવી દીધો હતો જે બાદ તેમની સ્કીમમાં લીગલનું કામ કરતા વિઠ્ઠલ પટેલ અને તેમની પત્ની માલિકા પટેલના નામે આ ફ્લેટનો બનાખત કરી દીધો હતો.
આ મામલે સિરિષભાઇએ તમામ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી જેના અધતે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે સૌરીન પંચાલ નામના આરોપીની ઇસ્કોન આંબલી ખાતેથી ધરપકડ કરી હતી.જે બાદ આરોપીના 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પણ મેળવ્યા હતા.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અલગ અલગ ફ્લેટની સ્કીમ ચલાવે છે
જેમાં લૉ ગાર્ડન ખાતેની સેન્ટ્રલ પાર્ક સ્કીમમાં પણ 701 નંબરના ફલેટના 3.07 કરોડ લઈને પ્રિયંકાબેન દેસાઈને ફેલટ આપ્યો નથી જે મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં આરોપી વોન્ટેડ છે.આ સિવાય અન્ય કોઈ સ્કીમમાં અન્ય લોકો સાથે છેતરપિંડી કરી છે કેમ તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.