આ કાર્યવાહી દરમ્યાન અ.પો.કો. મહેન્દ્રસિંહ જગતસિંહને ખાનગી રાહે
બાતમી હકિકત મળેલ કે, “ઓઢવ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૦૪૯૫/૨૦૨૨
ઈ.પી.કો. ૩૯૪ વિગેરે મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કરણ ઉર્ફે કાલુ સોલંકી
હાલમાં પોતાની કબ્જાની નંબર વગરની સફેદ કલરની એકટીવા સાથે અમરાઈવાડી પોસ્ટ
ઓફીસ ચાર રસ્તા પાસે ઉભો છે’
આરોપી કરણ ઉર્ફે કાલુ સ/ઓ જીતેન્દ્રભાઈ સોલંકી ઉ.વ.૨૭ રહે. મ.નં.
૪૦ રાજીયાબીબીની ચાલી, સંતોષીનગરની બાજુમાં, અમરાઈવાડી, અમદાવાદ શહેરનો
એક નંબર વગરનુ એકટીવા કિ.રૂ. ૭૦,૦૦૦/- ની સાથે મળી આવતા એક્ટીવા
સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીને આજરોજ તા.૨૩/૦૮/૨૦૨૨
ના કલાક ૧૫/૦૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી
કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
ઉક્ત ગુન્હાની વધુ વિગત મુજબ ‘આજથી ત્રણેક મહીના પહેલા તે તથા તેના
મિત્રો નામે ભાવેશ તથા પ્રકાશ એ રીતેના ત્રણેય એક સ્પ્લેન્ડર મો.સા. પર તથા અન્ય
મિત્રો હાર્દિક, અમીત તથા પરેશ તેમની એક્ટીવા પર ઓઢવ વેપારી મહામંડળ અભિશ્રી
એસ્ટેટ પાસે લૂંટ કરવાના ઈરાદે ગયેલા, જ્યાં એક ભાઈ તેનુ મો.સા. લઈ નિકળતા તેને
પ્રકાશને ઈશારો કરી તે ભાઈને લૂંટી લેવા કહેતા તેઓની સાથેના હાર્દિકે તે ભાઈનો થેલો
લૂંટી લેતા તેઓ ત્યાંથી ભાગી ગયેલ હતા.
આ બાબતે ઓઢવ પોલીસ સ્ટેશનથી માહીતી મેળવતા ઓઢવ પોલીસ
સ્ટેશન “એ” પાર્ટ-ગુ.ર.નં.૦૪૯૫/૨૦૨૨ ધી.ઇ.પી.કો.કલમ ૩૯૪ મુજબ નો ગુન્હો
રજીસ્ટર થયેલ છે. જેથી આરોપીને ઓઢવ પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ હાથ ધરવામાં
આવેલ છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ –
આરોપી અગાઉ અમદાવાદ રૂરલના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં
અપહરણ ના ગુન્હામાં તથા અમદાવાદ શહેરના અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં મારામારી
ના ગુન્હામાં પકડાયેલ છે.