એપ્ટસ ઇન્ફા પ્રોજેક્ટ કંપનીની આંબાવાડી ખાતેની એલીમેન્ટ સાનવ નામની

ફ્લેટની સ્કીમમાં ફરીયાદી શ્રી શીરીષભાઇ પરષોતમદાસ શાહ, રહે : ૯, રોહીણી ફ્લેટ, આર્મકુંજ

સોસાયટી. એસ.એમ. રોડ આંબાવાડી અમદાવાદ શહેર નાઓએ એક ફ્લેટ નં.૨૦૧ નો તા-

૦૧/૧૦/૨૦૧૯ ના રોજ બુક કરાવેલ અને આ સ્કિમ તેઓ એક વર્ષમાં પુરી કરી ફ્લેટનુ પજેશન

આપશે તેવુ નક્કી થયેલ અને નક્કી થયા મુજબ આ ફ્લેટ પેટે આર.ટી.જી.એસ.થી

કુલ ૦૪

તબક્કે રૂ. ૯૦,૦૦,૦૦૦/- તથા રોકડ રૂ.૫૦,૦૦,૦૦૦/- મલી કુલ્લે રૂ. ૧,૪૦,૦૦,૦૦૦/-

ની રકમ આ કંપનીના ડીરેકટર સૌરીનભાઇ મહેન્દ્રભાઇ પંચાલ રહે : ૧૦૧, સોપાન, સરદાર

પટેલ સ્ટેડીયમ સામે, નવરંગપુરા અમદાવાદ શહેર ને ચુકવી આપેલ. અને આ ફલેટ અંગે કંપની

તરફથી તા-૩૦/૦૯/૨૦૨૦ ના રોજ ફરીયાદીશ્રીને વેચાણ બાનાખત એપ્ટસ ઇન્ફ્રા પ્રોજેક્ટ

એલ.એલ.પી. ના ઓથોરાઇઝ સીગ્નેચરી તરીકે રજીસ્ટર્ડ કરી આપેલ.

ફરીયાદીશ્રી પાસેથી નાણા મેળવી લીધા બાદ આ ફલેટનો કબ્જો ફરીયાદીને

આપેલ નહી અને ફરીયાદીની જાણ બહાર કંપનીના ડીરેકટર સૌરીનભાઇ મહેન્દ્રભાઇ પંચાલ

નાઓએ ઉપરોકત બાનખત ફરીશ્રીની ખોટી સહીઓ તથા અંગુઠાઓ કરી પોતાની રીતે કેન્સલ

કરાવી દિધેલ. અને પોતાની સ્કિમોમાં લીગલનું કામ સંભાળતા આ કામના સહ આરોપી

વિઠ્ઠલભાઇ ચીમનભાઇ પટેલ રહે : ૧૩૯/૩ આઝાદ સોસાયટી, સહજાનંદ કોલેજની પાછળ,

આંબાવાડી અમદાવાદ તથા તેમના પત્નિ મલિકાબેન વિઠ્ઠલભાઇ પટેલ નાઓને બાનાખત કરી

આપેલ હોય આ રીતે આ કામના ફરીયાદી સાથે છેતરપીંડી તથા વિશ્વાસ થયેલ હોય આ કામના

ફરીયાદી શ્રી શીરીષભાઇ પરષોતમદાસ શાહ નાઓએ તા.૧૪/૦૫/૨૦૨૨ નારોજ ક્રાઇમબ્રાન્ચ

ખાતે લેખીત ફરીયાદ આપતા ડીસીબી પોલીસ સ્ટેશન ગુરનં પાર્ટ-એ,

૧૧૧૯૧૦૧૧૨૨૦૦૫૮/૨૦૨૨ ઈપીકો કલમ-૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧

તથા ૧૨૦(બી) મુજબનો ગુનો દાખલ થયેલ જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેકટરશ્રી

એન.એલ.દેસાઇ નાઓ કરી રહેલ છે.

આ ગુનાના મુખ્ય આરોપી સૌરીનભાઇ મહેન્દ્રભાઇ પંચાલ નાઓ પોતાની આ

ગુનામાં ધરપકડ ટાળવા સારૂ લાંબા સમયથી નાસતા ફરતા હતા જે આરોપી ઇસ્કોન આંબલી

રોડ ડબલ ટ્રી હિલ્ટોન હોટલ ખાતે હોવાની માહિતી મળતા સદર હોટલમાં તપાસ દરમ્યાંન મળી

આવતા આ ગુનામાં તા.૨૩/૦૮/૨૦૨૨ ના રોજ ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજુ કરી

તા.૨૬/૦૮/૨૦૨૨ ના કલાક : ૧૫/૦૦ વાગ્યા સુધીના રીમાન્ડ ઉપર મેળવવામાં આવેલ છે.

આરોપી સૌરીનભાઈ મહેન્દ્રભાઇ પંચાલ નાઓ અમદાવાદ શહેરમાં નવરંગપુરા

સરદાર પટેલ સ્ટેડીયમ સામે, સોપાન નામની સ્કિમ તથા મીઠાખળી ખાતે એલીમેન્ટસ પ્રગતી

નામની સ્કિમ તથા મીઠાખળી ખાતે એલીમેન્ટસ શાશ્વત તથા સેન્ટ ઝેવીયર્સ કોલેજ પાસે

એલીમેન્ટસ વીન્ડ ચાઇમ નામની સ્કિમ તથા પાલડી જલારામ મંદીર પાસે એલીમેન્ટસ સમૃધ્ધી

નામની સ્કિમ તથા એલીમેન્ટસ સમ્યક નામની સ્કિમ તથા નવરંગપુરા લો-ગાર્ડન ખાતે

એલીમેન્ટસ સેન્ટ્રલ પાર્ક સ્કિમ તથા નહેરૂનગર જી.એસ.ટી. ભવન સામે એલીમેન્ટ સાનવ

નામની સ્કિમ તથા નહેરૂનગર સર્કલ પાસે એલીમેન્ટસ કનફ્લુઅન્સ નામની સ્કિમ બનાવેલ છે.

જેમાં એલીમેન્ટ સાનવ તથા એલીમેન્ટસ કનફ્લુઅન્સ નામની સ્કિમ હાલ ચાલુ છે.

જે પૈકી હાલના ફરીયાદી સિવાય સેન્ટ્રલ પાર્ક સ્કિમમાં પણ ફલેટ નં-૭૦૧ પેટે

રૂ.૩,૦૭,૦૦,૦૦૦/-ની રકમ મેળવી પ્રિયંકાબેન દેસાઇને ફલેટ નહીં આપી છેતરપીંડી કરતા

ફરીયાદી હિરેન અશોકભાઇ કપાસીયાવાલા નાઓએ એલીસબ્રિજ પો.સ્ટે. ખાતે ગુ.ર.નં.

૧૧૧૯૧૦૧૪૨૨૦૧૬૮/૨૦૨૨ ઈપીકો કલમ-૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબનો

ગુનો દાખલ કરાવેલ છે જે ગુનામાં હાલના આરોપી વોન્ટેડ છે. આ સિવાય આ ડીરેકટરની અન્ય

કોઇ સ્કિમોમાં બીજા કોઇ ઇસમો આ રીતે ભોગ બનેલ છે કે કેમ તે દિશામાં આરોપીની વધુ

પુછપરછ પો.ઇ.શ્રી એન.એલ.દેસાઇ નાઓ કરી રહેલ છે.