આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિએ મોંઘવારીના મુદ્દે આજે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદેશન કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે છોટાઉદેપુર કોંગ્રેસે પણ છોટાઉદેપુરમાં મોંઘવારીનાં વિરોધ માં વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

આ મોંઘવારીના વિરોધ પ્રદર્શનમાં રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવા કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ રાઠવા તથા સંગ્રામસિંહ રાઠવા સાથે અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં અને મોંઘવારી ના પોસ્ટર સાથે સૂત્રોચાર કરી વીરોધ પ્રદર્શન કર્યું હતું. 

પોલીસે રાજેન્દ્રસિંહ રાઠવા સંગ્રામસિંહ રાઠવા સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.