સુરતમાં ભાજપના એક નેતા સ્વિમિંગ પુલમાં એક પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે ન્હાતા હોવાની વાયરલ થયેલી તસવીરોએ સુરતના રાજકારણમાં ધૂમ મચાવી દીધી છે.
ભાજપ જિલ્લા પ્રમુખના સ્વીમિંગ પુલની જે તસવીરો વાયરલ થઈ છે તેમાં ભાજપ જિલ્લા પ્રમુખ અને પૂર્વ મહિલા કોર્પોરેટર એમ બે નેતાઓ પુલમાં એકસાથે જોવા મળી રહ્યા છે.
વાયરલ તસવીરોમાં જે નેતાઓ દેખાઈ રહયા છે તેમાં ભાજપના એક પૂર્વ મહિલા કોર્પોરેટર અને ભાજપ જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ નજરે પડી રહ્યા છે તેઓ પુલમાં ન્હાતા હોવાની તસવીરો વાયરલ થતા સબંધિત વર્તુળોમાં આ મેટરે ભારે ચર્ચા જગાવી છે.
તો બીજી તરફ, આ તસવીરો જાણી જોઈને સુરત એપીએમસીના પૂર્વ ચેરમેન દ્વારા વાયરલ કરાયાનો આક્ષેપો પણ થઈ રહયા હોવાનું મોડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે