રાજ્યમાં પડેલા વરસાદ બાદ અનેક રોડ-રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની છે ઠેર ઠેર રસ્તાઓ પર ભુવા અને ખાડાઓના સમ્રાજ્ય ખડકાયેલા છે જેને લઇ જનતા ખાડાઓથી ત્રાહિમામ પોકારી ઉઠી છે રાજ્યમાં રોડ- રસ્તાની ફરિયાદ જોતા અને તેનું તાકીદે નિરાકરણ ન આવતા તાજેતરમાં રાજ્યસરકાર દ્રારા મંત્રી પાસેથી માર્ગ મકાન વિભાગ હવાલો પરત લેવાયો છે. સ્માર્ટસિટી અમદાવાદના બણંગા ફૂકંતા સત્તાધીસો અને અધિકારીઓ અમદાવાદની વરવી વાસ્વિકતાથી અજાણ છે શહેરમાં ઠેર-ઠેર કોન્ટ્રકટરોની નબળી કામગીરીની લઇ રોડ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં જે જાણે કે રસ્તા ખાડા છે કે ખાડામાં રસ્તા તે એક યક્ષ પ્રશ્ર છે. રાજ્યમાં જુદા -જુદા મહાનગરોમાં રોડ રસ્તાને વિરોધ પક્ષ દ્રારા સરકારને ઘેરવામાં આવી રહ્યા છે. કોર્પોરેશન દ્રારા અત્યારસુધી 25 હજાર ખાડા પુરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આજે કોંગ્રેસના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્રારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાઉન્ડ લઇ રોડ રસ્તા મામલે કોર્પોરેશન તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા.
જયાં વિરોધ પક્ષના નેતા દ્રારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મેયર કિરીટ પરમાર માર્ગના બેનરો લગાવામાં આવ્યા છે જેમાં માર્ગ અંગે વિશેષતાઓ પણ દર્શાવામાં આવી છે આ માર્ગ પર વાહન ચલાઓ અને ડૉકટર પાસે જાઓ કોન્ટ્રકટોરના ફાયદો કરાવવા આવા માર્ગ બનાવ્યા છે તેમજ એક જ વરસાદમાં ધોવાઇ જાય છે તેવા માર્ગ આ માર્ગ પરથી વાહનચાલકોને ડિસ્કોડાન્સ આવડી જશે જેમાં બેનરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન શહેરાને પણ ઉલ્લેખ કરવામાં આવ્યુ છે.
તેમણે વધુમા જણાવ્યુ હતુ કે વર્ષ 2020માં કુલ 30509 જગ્યાએ રોડ પેચવર્કના કામો કરેલ તેનો ખર્ચ રૂ. 6.90 કરોડ, વર્ષ 2021માં કુલ 20369 જગ્યાએ રોડ પેચવર્કના કામો કરેલ તેનો ખર્ચ રૂ. 7.12 કરોડ રૂપિયા કરવામાં આવ્યુ હતું આ