રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ચૂંટણીને લઇ તમામ સંગઠનો યુનિયનો દ્રારા સરકાર વિરુદ્ર બાયો ચડાવામાં આવી છે. થોડાક સમય આગાઉ આરોગ્ય કર્મીઓ દ્રારા ગાંધીનગર સચિવાલય ખાતે પોતાની પડતર માગણીઓને લઇ વિરોધ નોંધવામાં આવ્યુ હતું

આજે ગાંધીનગર ખાતે કિસાનસંઘ દ્રારા અચોક્કસ મુદ્દત ધરણા પ્રદર્શનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે જેમાં ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી ખેડૂતો ગાંધીનગર ખાતે એકત્રિત થયા છે જો કે પોલીસ દ્રારા ધરણાને લઇ મંજુરી આપવામાં આવી નથી . કિસાન સંઘ 13 જેટલી પડતર માગણીઓને લઇ આંદોલનની ભૂમિ ગાંધીનગર ખાતે ધામા નાંખવામાં આવ્યા છે, જેમાં એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે બીજી તરફ કિસાનસંઘ દ્રારા આંદોલનના મંડાણ જોવા મળી રહ્યા છે. જેમાં ખેડૂતો મુખ્યત્વે માગણીઓ લાઇટના ભાવવધારા પરત લેવા સમાન વીજદર સહિત વિવિધ માગણીઓ સાથે મેદાને પડ્યા છે