ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં ખરાબ રસ્તા મામલે હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ કોર્પોરેશન સફાળું જાગ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે શહેરના જુદા-જુદા વિસ્તારમાં રસ્તા રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ખરાબ રોડ મામલે હાઈકોર્ટ સહિત મુખ્યમંત્રીએ પણ ટકોર કરી હતી.

જેથી હવે તંત્ર ઉંઘમાંથી જાગ્યું છે. જણાવી દઈએ કે ચોમાસાને કારણે શહેરના અનેક વિસ્તારમાં રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા છે.જેથી વાહનચાલકોને ભારે હાલાંકી ભોગવવાનો વારો આવ્યો છે..ત્યારે રસ્તાનું સમારકામ થતાં લોકોને રાહત મળશે.

 

અમદાવાદમાં ચોમાસાને કારણે અનેક વિસ્તારમાં રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા છે.ખરાબ રસ્તાને કારણે સામાન્ય જનતાને હાલાંકી ભોગવવાનો વારો આવ્યો છે..રસ્તા પરના ખાડાને કારણે અકસ્માત સહિત વાહનને નુકસાનની ઘટનાઓ સામે આવી રહી છે..ત્યારે વિપક્ષે તૂટેલા રોડ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું..વિપક્ષી નેતાઓએ બેનર લગાવીને રસ્તાઓ મામલે વિરોધ કર્યો હતો.