તા.૨૯/૦૭|૨૦૨૨ થી તા.૨૭/૦૮/૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન હિન્દુ સમુદાયનો પવિત્ર શ્રાવણમાસ શરૂ થનાર છે. શ્રાવણમાસ દરમ્યાન શિવજીના મંદિરોએ ભકતજનો, શ્રધ્ધાળુઓ, દર્શનાર્થીઓ અને નાગરીકો દર્શન અર્થે આવતા હોય, આ સમય દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યસ્થાની જાળવણીમાં સરળતા રહે તેના આગોતરાં પગલાં રૂપે શ્રી બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા જિલ્લો, નડિયાદ, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૧) થી પ્રમાણે મળેલ સત્તાની રૂઈએ સમગ્ર ખેડા જિલ્લાના હૃદ વિસ્તારમાં તા.૨૯/૦૭/૨૦૨૨ થી તા.૨૭/૦૮/૨૦૨૨ (બંને દિવસો સુધ્ધાંત) સુધી નીચેના કૃત્યો કરવાની મનાઈ ફરમાવે છે.
હથીયાર, તલવાર, ભાલા, ધોકા, છરા, લાકડી કે લાઠી, સળગતી મશાલ, લાકડાની હોકી અથવા બીજા હથીયારો કે જેનાથી શારીરીક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું નહિ, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવાનું નહિ, મનુષ્ય અથવા શબ તેમજ પુતળા દેખાડવાનું નહિ, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવાનું અથવા અશ્લિલ ગીતો ગાવાનું નહિ અથવા નિતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનું નહિ તથા તેવા ચિત્રો પ્રતિકો કે પ્લે કાર્ડો અથવા બીજા કોઈપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાનું બતાવવાનું અથવા ફેલાવો કરવાનું નહિ, રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણો આપવાનું, ચાળા પાડવાનું, નકલ કરવાનું નહિ.
આ હુકમ સમગ્ર ખેડા જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે. જેમાં – આ હુકમનો ખંડ (૧) તરીકે નીચેની વ્યકિતઓને અપવાદ રૂપે લાગુ પડશે નહિ.
ફરજ પરના સરકારી નોકર કે કામ કરતી કોઈપણ વ્યકિત કે જેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથીયાર સાથે લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા કોઈ હથીયાર લઈ જવાની જેની ફરજ હોય, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સબડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે તેમણે અધિકૃત કરેલ પોલીસ અધિકારીએ શારીરીક અશકિતને કારણે લાકડી કે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તે વ્યકિત.
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સને ૧૯૫૧ ના પોલીસ અધિનિયમ-૧૩૫(૧) અને ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ -૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.