વર્ષ ૨૦૨૨-૨૩ના માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, કોલ્ડ, ચેઈન, મેનેજમેન્ટ કાર્યક્રમ, કેળ (ટીસ્યુ), પપૈયા, છૂટા ફૂલો, કેદ ફુલો, ડ્રેગન ફ્રુટ "કમલમ ફ્રુટનો વાવેતર વિસ્તાર વધારવા માટે સહાય સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ ક્વર પૂરા પાડવા બાબતની સહાય યોજના, પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર, ટ્રેકટર માઉન્ટેડ/ ઓપ્રેટેડ સ્પ્રેયર પંપ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ), પ્લાસ્ટીક મલ્ચ લેઇન મશીન, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, સ્ટ્રોબેરી, ટુલ્સ, ઇકવીપમેન્ટ, શોટીંગ ગ્રેડીંગના સાધનો ( વજનકાંટા,તાડપત્રી,પ્લાસ્ટીક ક્રેટસ), મહીલા તાલીમાર્થીઓને વૃતિક (સ્ટાઇપેડ) તથા નેટ હાઉસ જેવા કુલ ૬૯ બાગાયતી ઘટકો માટે જિલ્લાના દરેક ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા I-khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. 

આ યોજનાઓમાં લાભ લેવા માંગતા ખેડા જિલ્લાના ખેડૂતોએ I-khedut (www.ikhedut.gujarat.gov.in) પોર્ટલ પર તા. ૧૨/૦૭/૨૦૨૨ થી તા. ૩૧/૦૭/૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીપત્રકની પ્રિન્ટ આઉટ લઇ અરજીપત્રકમાં અરજદારે સહી અથવા અંગુઠાનું નિશાન કરી, આધાર કાર્ડની નકલ ૭/૧૨ અને ૮-અની અસલ નકલ, આધાર લિક બેંક પાસબુકના પહેલા પાનાની નકલ અને કેન્સલ ચેક, જાતીનો દાખલો મેળવી દિન-૦૭ માં નાયબ બાગાયત નિયમકશ્રીની કચેરી રૂમનં., ૪-૫, બ્લોક “ડી”, સરદાર પટેલ ભવન, નડીયાદ-૩૮૭૦૦૧. ખાતે રૂબરૂ કે ટપાલ દ્વારા પહોંચાડવાની રહેશે. ત્યાર બાદ જ તેઓની અરજીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.