ધારી ટાઉનમાંથી બે બુલેટ મોટર સાયકલોની ચોરી કરનાર બે ઇસમોને ચોરીના બુલેટ મોટર સાયકલો, મળી કુલ કિં.રૂ.૧,૮૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.ટીમ ગુનાઓની વિગતઃ(૧) ગઇ તા.૨૨/૦૬/ ૨૦૨૨ ના રાત્રીના અગિયારેક વાગ્યા થી તા.૨૩/૦૬/૨૦ રર ના સવારના છ વાગ્યા દરમિયાન કોઇપણ સમયે ધારી ઉપલી કવાટર્સ પોલીસ લાઈન સામેથી ફરિયાદી જગદીશભાઇ ઉમરભાઇ સંઘાર નાઓનું રોયલ ઈનફિલ્ડ કંપનીનું બુલેટ મોટર સાયકલ,રજી.નંબર GJ-14-AS- 4719,કિં.રૂ.૯૦,૦૦૦/-નું પાર્ક કરેલ હતું તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય,જે અંગે ધારી પો.સ્ટે.એપાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૨૦૪૭૧/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી.થયેલ.તા.૨૭/૦૭/૨૦૨૨ (૨)ગઇ તા .૧૧ /૦૭/૨૦૨૨ ના ક .૨૩/૩૦ થી તા .૧૨/૦૭/૨૦૨૨ સ.૦૭/૩૦ વાગ્યા દરમિયાન ધારી,જોષીબાગ,શીવાલય કોમ્પ્લેક્સની બાજુની શેરીમાં. ફરિયાદી જગદીશભાઇ મોહનભાઇ કાતરીયાનું રોયલ ઈનફિલ્ડ કંપનીનું બુલેટ મોટર સાયકલ,રજી.નંબર GJ-01-UJ- 6671,કિં.રૂ.૯૦,૦૦૦/-નું પાર્ક કરેલ હતું તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ધારી પો.સ્ટે.એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૨૦૪૮૭/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી.થયેલ ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપી ઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી.ટીમને માર્ગદર્શન આપેલ હતું.અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.ર૬/૦૭/૨૦૨૨ ના અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન કુંકાવાવ જકાતનાકા તરફથી બે બુલેટ મોટર સાયકલ ચાલકો બે બુલેટ મોટર સાયકલો ઉપર નીકળતાં અને શંકાસ્પદ જણાતાં, બંને ઇસમોને રોકી ચેક કરતાં,આ બંને બુલેટ મોટર સાયકલો ધારી ટાઉનમાંથી ચોરાયેલ મોટર સાયકલો હોય,બંને ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરી,અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. પકડાયેલ આરોપીઓની વિગતઃ ( ૧ ) જયદીપભાઈ કનુભાઇ વાળા,ઉં.વ.૧૯, રહે પાતળા,તા.ધારી,જિ.અમરેલી (૨) રાજુ રમેશભાઇ ખીમાણીયા,ઉ.વ.૧૯, રહે.જળજીવડી,તા.ધારી,જિ.અમરેલી, પકડાયેલ મુદામાલઃ (૧)એક રોયલ ઈનફિલ્ડ કંપનીનું બુલેટ મોટર સાયકલ, રજી.નંબર GJ-14-AS-4719,કિં.રૂ .૯૦,૦૦૦/-(૨)એક રોયલ ઈનફિલ્ડ કંપનીનું બુલેટ મોટર સાયકલ,રજી.નંબર GJ-01-UJ-6671,કિં.રૂ.૯૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે. 

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.