અમદાવાદમાં રસ્તાઓનો દિશા નિર્દેશ કરવા માટે બોર્ડચ લગાવવામાં આવ્યા છે ત્યારે શહેરમાં માર્ગના નામની જગ્યાએ મેયર અને કમિશનરના નામના બોર્ડ લાગ્યા છે. અમદાવાદમાં રસ્તાઓની હાલત કરોડરજ્જૂ જેવી થઈ ગઈ છે. અમદાવાદમાં 23,000 જેટલા ખાડાઓ પડી ગયા છે. લોકોના ટેક્સમાંથી પૈસા કપાઈ રહ્યા છે પરંતુ જેવી જોઈએ તેવી સુવિધા નથી મળી રહી. જેથી લોકો પણ પરેશાન છે ત્યારે વિપક્ષ દ્વારા અનોખો વિરોધ અમદાવાદમાં કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં રસ્તાઓ તૂટતા મેયર, કમિશનરનો આ માર્ગ છે તેવા બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. વિપક્ષ દ્વારા રોડનું નામકરણ કરવામાં આવ્યું હતું.
લાંભા, વટવા, નારોલ, નરોડ સહીતના વિસ્તારોમાં આ બોર્ડ લગાવવામાં આવ્યા છે. શહેરમાં 83 ભૂવાઓ પડ્યા છે અને 23 હજારથી વધુ ખાડાઓ છે. આ ખાડાઓ હજૂ સંપૂર્ણ પણે પુરાયા નથી તેવામાં નવા ખાડાઓ અને ભૂવાઓ પડી રહ્યા છે ત્યારે આ કામગિરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે વિપક્ષ દ્વારા અનોખી રીતે વિરોધચ નોંધાવવામાં આવ્યો હતો. અગાઉ હાઈકોર્ટે પણ તૂટેલા રોડ મામલે ગત વખતે કોર્પોરેશનને ટકોર કરી છે પરંતુ હજુ સુધી જે સે થે સ્થિતિ જોવા મળી રહી છે. કોર્પેોરેશન પણ કેવા પ્રકારના રોડ બનાવી રહ્યું છે કે જે દર વખતે તૂટી જાય છે. ત્યારે વિરોધ પક્ષનો આ વિરોધ પણ બરાબર છે. એક બાજુ સ્માર્ટ સિટી અમદાવાદની વાતો થઈ રહી છે ત્યારે અમદાવાદમાં રસ્તાઓની હાલત ખરાબ છે બીજી બાજુ રખડતા ઢોરનો પણ ત્રાસ જોવા મળી રહ્યો છે.
આગામી 15 સપ્ટેમ્બર સુધી શહેરનાં તમામ ખાડા પૂરી દેવામાં આવશે પરંતુ અત્યારે આ ખાડાઓ અને ભૂવાઓથી લોકો ત્રાસી ગયા છે. કેમ કે, એક સાંધે ત્યાં બીજા તેર તૂટી રહ્યા છે. રોડની માહિતી આપતી તકતી કોન્ટ્રાક્ટરોની લગાવવાનો નિર્ણય કરાયો છે ત્યારે આ તકતી લગાવવાનો જે નિર્ણય છે તે ચોમાસામાં જરુરથી લેવાયો છે પરંતુ ચોમાસામાં જ રોડ તૂટી રહ્યા છે તો આ સિઝનમાં તક્તી આ સમયે લાગવી જોઈએ પરંતુ તક્તી હજુ સુધી દેખાતી નથી.
- વાહન ચલાઓ હાડકાના ડોક્ટર પાસે જાઓ.
વિપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ બોર્ડમાં રોડની વિશેષતા લખવામાં આવી છે. જેમ કે આ માર્ગ પર વાહન ચલાઓ હાડકાના ડોક્ટર પાસે જાઓ. કોન્ટ્રાકટરોના ફાયદા માટે બનાવેલ માર્ગ. એક જ વરસાદમાં ધોવાઈ જાય અને આ માર્ગ પર વાહન ચલાઓ ડિસ્કો ડાન્સ આવડી જાય આ વરસાદમાં શહેરના તમામ ઝોનમાં રોડ તૂટી ગયા છે. વિપક્ષ મુજબ 30 હજાર જેટલા પેચ વર્ક કરવામાં આવ્યા છે. 83 જેટલા ભૂવા પડ્યા આ તમામ વિગતો દર્શાવે છે કે રોડ ની ગુણવતા ખૂબ જ ખરાબ છે આ મુદ્દે વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા બોર્ડ લગાવી વિરોધ કરવામાં આવ્યો.