એક તરફ દેશમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અનેક પક્ષો તેની તૈયારી શરૂ કરી દીધી છે આવા સમયે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પોતાની પાર્ટીના પ્રમુખ નક્કી કરવા માટે એક બેઠકનું આયોજન કરી રહી છે. કોંગ્રેસના પ્રમુખ બનવા માટે પણ ચૂંટણી કરવામાં આવશે. આ પ્રમુખની ચૂંટણીમાં પહેલા કોંગ્રેસના દિગ્ગ્જ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ પહેલાથી જ ચર્ચાઈ રહ્યું હતું જો કે અશોક ગેહલોતે જણાવ્યું હતું કે મને ખબર નથી આ અંગ્રે અંતિમ નિર્ણય શું લેવામાં આવશે. 

દેશમાં હાલ કોંગ્રેસના પક્ષ પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. આ પ્રમુખ પદ માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પહેલા જ ના કહી દીઘી છે. બીજી તરફ હાલના વર્તમાન કર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીની વય વધતી જઈ રહી છે અને તેમના સ્વાસ્થ્યના પણ અનેક પ્રશ્નો છે. તે જોતા નવા પ્રમુખ કોઈ નિર્ણય થઇ શક્યો નથી.

કોંગ્રેસ દ્વારા પક્ષના પ્રમુખ માટે એક બેઠકનું આયોજક કર્યું છે અને તે આ મહિનાની 28મી તારીખે યોજાશે. આ બાબતે મીડિયામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસના પ્રમુખ પદ માટે અશોક ગેહલોતના નામ પર સર્વસંમિતિ નથી અને 2024 સુધી સોનિયા ગાંધી જ પક્ષ પ્રમુખ રહેશે. કોંગ્રેસના મહામંત્રી કે.સી વેણુગોપાલે આ બાબતે જણાવતા કહ્યું હતું કે તારીખ 28મી ઓગસ્ટના રોજ બોપોરે 3.30 કલાકે કોંગ્રેસ કાર્યસંમિતિની વર્ચ્યુલ બેઠક બોલાવામાં આવી છે.