રાજ્યમાં જાણે કે ડ્રગ્સના વેચાણનું એપી સેન્ટર બન્યુ હોય તેવી રીતે દિવસને-દિવસે ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પહેલા ગુજરાતમાં દરિયાકિનારાથી કન્સાઇમેન્ટની આડમાં ડ્રગ્સ ઘુસાડવા આવતુ હતુ પરંતુ ડ્રગ્સ માફિયાઓ દ્રારા મોડસ ઓપરેન્ડી અપનાવી ગુજરાતમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેકટરી પકડાઇ હતી અમદાવાદમાં પેડલરો માલેતુજાર યુવક -યુવતીઓને નશાના રવાડે ચડાવી લાખો રૂપિયા ખંખેરી રહ્યા છે. શહેરમાં બેફામ બનેલા પેડલરોને સળિયાની પાછળ ધકેલવા અને ગુનાહિત પ્રવૃતિ ડામવા SOG ક્રાઇમબ્રાન્ચની ટીમે પેડલરો સામે ધોસ બોલાવી છે. ગતરોજ એમ ડી ડ્રગ્સના કુખ્યાત વેપારી અમીના ડૉનને SOG અને ક્રાઇમબ્રાન્ચે સંયુક્ત ઓપરેશન પાર પાડી દબોચી પાડ્યો હતો ત્યારે આજે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે વધુ બે પેડલરોની ધરપકડ કરી છે

અમદાવાદના પોશ વિસ્તાર એવા પરિમલ ગાર્ડના પાસે બે શખ્સો ડ્રગ્સની ડિલવરી કરવા આવ્યા હોવાની ખાનગીરાહે બાતમી અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને મળી હતી જેના આધારે વોચ ગોઠવી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જેમાં શખ્સોને તલાશી લેતા 20 ગ્રામ જેટલો એમ ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત લાખોમાં અંદાજવામાં આવી રહી છે ક્રાઇમબ્રાન્ચે પ્રાથમિક તપાસ સામે આવ્યુ છે કે શખ્શો દાણીલીમડાથી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યુ છે રાજ્યમાં ડ્રગ્સ વિરુદ્ર ગૃહવિભાગ દ્રારા કડકમાં કડક સજાની જોગવાઇ કરવામાં આવી છે રિવોર્ડ પોલીસી બનાવમાં આવે છે હોવા છતાય ડ્રગ્સ માફિયાઓના પેટનું પાણી હલતું નથી.