રોટલીયા હનુમાનદાદા મંદિરથી રામદેવજી મંદિર સુધી પગપાળા નેજાસંઘનું આયોજન કરવામાં આવ્યું
પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલની આગેવાનીમાં નીકળ્યો ભવ્ય બાબારી પગપાળા સંઘ
ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ચોમાસુ જામ્યું છે.છેલ્લા બે દિવસ થી પાટણ માં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
પાટણ શહેરમાં ચાલુ વરસાદે પણ ભક્તિ અને આસ્થાના દર્શન થયા હતા
પાટણ શહેરમાં આવેલરોટલીયા હનુમાનદાદા મંદિર થી હાસાપુર ડેરી રામદેવજી મંદિર સુધી પગપાળા નેજાસંઘનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલની આગેવાનીમાં ભવ્ય પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું
પવિત્ર શ્રાવણ માસમાં રામદેવ મંદિરે નેજો ચડાવામાં આવ્યા
વરસાદી માહોલમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ ધાર્મિક પ્રસંગમાં જોડાયા હતા
જય બાબારીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિસભર માહોલમાં ગુંજી ઉઠ્યું હતું
આ ધાર્મિક પ્રસંગે ગુજકોમાસલના ડિરેક્ટર સ્નેહલભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ કારોબારી ચેરમેન નગરપાલિકા પાટણ કિશોરભાઈ મહેશ્વરી પાટણ શહેર પ્રમુખ ભાજપ ઉપસ્થિત રહ્યા હતા.