દાહોદ થી શાકભાજી ભરી મધ્ય પ્રદેશ તરફ જતી પિક અપ ગાડીને ખારવા ગામે અકસ્માત નડ્યો હતો. 

 પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિ ના સમયે ગરબાડા તાલુકાના ખારવા ગામે અલીરાજપુર હાઇવે પર દાહોદથી શાકભાજી ભરી મધ્ય પ્રદેશ જતી પિક અપ ગાડીના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા પિક અપ ગાડી હાઇવે રોડની સાઈડમાં પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માત માં કોઈ જાનહાની સર્જાઈ નહોતી. ચાલક તેમજ ગાડીમાં સવાર એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.