PM કિસાન સન્માન નિધિનો લાભ લેનારા ખેડૂતો માટે સારા સમાચાર છે. હવે તમે આ સ્કીમ હેઠળ દર મહિને 3000 રૂપિયા મેળવી શકો છો. આ માટે તમારે કોઈ દસ્તાવેજ આપવાના રહેશે નહીં. વાસ્તવમાં, પીએમ કિસાન યોજના હેઠળ, અત્યાર સુધી ખેડૂતોને વાર્ષિક 2000 એટલે કે 6000 રૂપિયાના ત્રણ હપ્તા મળતા હતા. પરંતુ હવે તમે આ સ્કીમ હેઠળ વાર્ષિક 42,000 રૂપિયા મેળવી શકો છો.
તો ચાલો જાણીએ શું છે આ પ્લાન.આ પણ વાંચો: આવતા મહિનાથી બદલાઇ જશે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સબંધિત આ નિયમોહવે તમે 36000 રૂપિયા મેળવી શકો છોPM કિસાન મન ધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને પેન્શન આપવામાં આવે છે. આ યોજના હેઠળ, 60 વર્ષની ઉંમર પછી, ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા એટલે કે પ્રતિ વર્ષ 36,000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. વાસ્તવમાં મોદી સરકાર આ રકમ ખેડૂતોને આર્થિક મદદ માટે આપે છે.જરૂરી દસ્તાવેજોકેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી આ યોજનાનો લાભ લેવા માટે તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. જેમ કે આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો વગેરે.
પરંતુ જો તમે પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છો, તો તમારે આ માટે કોઈ વધારાના દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી.આ પણ વાંચો: ચોમાસામાં લાઇટની ચિંતા દૂર, જીવનભર ચાલશે આ LED ફ્લેશલાઇટ, કિંમત માત્ર રૂ. 299આ યોજનાનો લાભ કોને મળશે?1- તમને જણાવી દઈએ કે 18 થી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે.2- આ માટે ખેતીલાયક જમીન વધુમાં વધુ 2 હેક્ટર સુધીની હોવી જોઈએ.3- લઘુત્તમ 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ માટે ખેડૂતની ઉંમરના આધારે રૂ. 55 થી રૂ. 200 સુધીનું માસિક યોગદાન આપવું પડશે.4- 18 વર્ષની ઉંમરે જોડાનાર ખેડૂતોને 55 રૂપિયાનું માસિક યોગદાન ચૂકવવાપાત્ર રહેશે.5- જો તમે 30 વર્ષની ઉંમરે આ સ્કીમમાં જોડાઓ છો, તો તમારે 110 રૂપિયા જમા કરાવવા પડશે.6- જો તમે 40 વર્ષની ઉંમરે જોડાઓ છો તો તમારે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે.