દેશભરમાં કોરોના વાયરસના 18313 નવા કેસ આવ્યા બાદ કોવિડ 19થી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4 કરોડ 39 લાખ 564 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 5 લાખ 26 હજાર 167 લોકોના મોત થઈ ચુક્યા છે અને 4 કરોડ 32 લાખ 67 હજાર 571 લોકો આ વાયરસને માત આપી છે. કોવિડ 19ના નવા કેસોમાં વધારો થવા છતાં પણ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 20742 લોકો સાજા થયા છે અને ત્યાર બાદ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટીને 1 લાખ 45 હજાર 226 થઈ ગઈ છે.

ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત 2 દિવસ ઘટાડા બાદ ફરી એક વાર મોટો ઉછાળો આવ્યો છે અને નવા કેસોમાં 23 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ અગાઉ બે દિવસ નવા કેસોમાં 26.8 ટકાનો ઘટાડો થયો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના નવા કેસ 18313 કેસ નોંધાયા છે. તો વળી આ દરમિયાન વાયરસના કારણે 57 લોકોના મોત પણ થયા છે.

દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં 23 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે તેના એક દિવસ પહેલા નવા કેસમાં 26.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે, મંગળવારે દેશભરમાં કોવિડ 19થી 14830 નવા કેસો આવ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર સોમવારે દેશભરમાં 16866 લોકો આ વાયરસથી સંક્રમિત થયા હતા. જ્યારે રવિવારે 20279 નવા કેસો આવ્યા હતા.