ઘણી વખત એવું બને છે જ્યારે આવું શરમજનક કૃત્ય કેમેરામાં કેદ થઈ જાય છે જે લોકો માટે શરમજનક બની જાય છે. ઘણી વખત લાઇવ મેચ દરમિયાન સ્ટેડિયમમાંથી પણ આવા કિસ્સા સામે આવે છે. આવો જ એક વીડિયો અમેરિકાથી વાઈરલ થયો છે જેમાં લાઈવ મેચ ચાલી રહી છે અને આ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલા કપલ સંબંધ બાંધતા જોવા મળે છે.
ખરેખર, આ ઘટના અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત રિંગસેન્ટ્રલ કોલિઝિયમ સ્ટેડિયમની છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, સ્ટેડિયમમાં ઓકલેન્ડ એથ્લેટિક્સ અને સિએટલ મરીનર્સ વચ્ચે બેઝબોલ મેચ ચાલી રહી હતી. ત્યાં સ્ટેન્ડમાં બેઠેલા દર્શકો અને લાઈવ ટીવી પર જોઈ રહેલા દર્શકો મેચની મજા માણી રહ્યા હતા. ત્યારે અચાનક કેમેરાની નજર સ્ટેન્ડ પર પડી જ્યાં ખુરશીઓ ખાલી હતી.
એક કપલ હતું જેઓ સંબંધ બાંધી રહ્યા હતા. તેનું આ શરમજનક કૃત્ય કેમેરામાં કેદ થતાં જ લોકોનું ધ્યાન તેની તરફ ગયું અને હોબાળો મચી ગયો. રિપોર્ટ અનુસાર જ્યારે લાઈવ મેચ ચાલી રહી હતી ત્યારે આ કપલ સ્ટેન્ડના એક ખૂણા પર આવું કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઘટના બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઓકલેન્ડ પોલીસ વિભાગને મેચ પૂરી થઈ ત્યાં સુધી આ અંગે જાણ નહોતી. હવે તપાસ શરૂ કરવામાં આવી છે. તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.