જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૫-૦૮-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર કચેરી, બ્લોક “એ” બીજો માળ,સરદાર ભવન નડીયાદ ખાતે ફક્ત મહિલાઓ માટે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળા તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં વોડાફોન ઈન્ડિયા લિ. નડિયાદ હાજર રહેશે, જેમનાં દ્વારા બ્રાન્ચ ડેવલોપમેન્ટ એકઝીકયુટીવની જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતાં ૧૦, ૧૨ પાસ તથા સ્નાતક લાયકાત ધરાવતા ફક્ત મહિલા ઉમેદવારોની જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 જેથી ઉક્ત પાત્રતા ધરાવતા તમામ મહિલા ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઇ શકશે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને (બાયોડેટા) રેસ્યુંમની ૧ નકલ તથા પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ્સ સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાના જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, જે ઉમેદવારોની નામ નોંધણી કરાવવાની બાકી છે તેવા ઉમેદવારોએ શાળા છોડયાનું પ્રમાણપત્ર, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની માર્કશીટ , જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો) , વધારાની લાયકાતની માર્કશીટ તેમજ મોબાઈલ નંબર,ઈ-મેઈલ આઈડી અને એક પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ તેમજ તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવું