ભારતીય ચૂંટણીપંચની સૂચના અનુસાર દરેક મતદારે પોતાનું ચૂંટણીકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવાનું રહે છે. હાલમાં ખેડા જિલ્લામાં ઝુંબેશરૂપે આ કામગીરી ચાલી રહી છે. ભારતીય ચૂંટણીપંચે મતદારયાદીની વિવિધ કામગીરી માટેના ફોર્મમાં સુધારા વધારા કરેલ છે. તે પૈકી ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે ફોર્મ નં.૬(ખ) દાખલ કરેલ છે. આ ફોર્મ દરેક મામલતદાર કચેરીમાં ઉપલબ્ધ છે
આગામી ખાસ ઝુંબેશના દિવસોએ એટલે કે તા.૨૮/૦૮/૨૦૨૨, તા.૦૪/૦૯/૨૦૨૨ અને તા.૧૧/૦૯/૨૦૨૨ (રવિવાર) ના રોજ તમામ મતદાન મથકો ઉપર બી.એલ.ઓ. પાસેથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે. ટેકનોલોજીના આ યુગમાં ભારતીય ચૂંટણીપંચ મતદારયાદી સંબંધે ફોર્મ ભરવાની કામગીરી મોબાઈલમાં પણ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરેલ છે. જે માટે વોટર હેલ્પલાઈન એપ્લીકેશન (VHA) વિકસાવેલ છે. આ એપ્લીકેશન પોતાના મોબાઈલમાં Play Store માંથી ડાઉનલોડ કરી દરેક મતદાર ઘરે બેઠા જ પોતાના ચૂંટણીકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરી શકે છે.
આ માટેના જરૂરી સ્ટેપ નીચે મુજબ છે. પ્લે સ્ટોર પરથી વોટર હેલ્પલાઈન એપ્લીકેશન ડાઉનલોડ કરો. મતદાર નોંધણી ફોર્મ પર કિલક કરો અને પછી આધાર લિંક માટે 6B ફોર્મ માટેના છેલ્લા વિકલ્પ પર કિલક કરો. Let's Start પર કિલક કરો. OTP મેળવવા માટે મોબાઈલ નંબર દાખલ કરો. OTP દાખલ કરો અને ચકાસણી પર કિલક કરો. EPIC નંબર દાખલ કરો અને રાજયનું નામ પસંદ કરો Fetch Details પર કિલક કરો. જો વિગતો સાચી જણાય,તો Proceed બટન પર કિલક કરો. હવે આધાર નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ આઈ.ડી. (વૈકલ્પિક) દાખલ કરો અને પછી Proceed બટન પર ક્લિક કરો. આધાર સફળતા પૂર્વક લિંક થઈ ગયું છે જેની Reference ID નો સંદેશ મળશે.