ખડતા પશુને લઈને ગુજરાત હાઈકોર્ટનું આકરૂ વલણ
સાંજ સુધીમાં પગલા લો નહીં તો કોર્ટે આકરો હુકમ કરવો પડશે: HC
રખડતા પશુના કારણે કોઈનો જીવ ન જવો જઈએ: HC
ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહી છે. ત્યારે રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.
રખડતા પશુના કારણે કોઈનો જીવ ન જવો જઈએ: HC
ગુજરાત હાઇકોર્ટે રખડતા પશુને લઈ રાજ્ય સરકાર વિરૂદ્ધ આકરું વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે આદેશ આપતા કહ્યું કે, 'સાંજ સુધીમાં પગલા લો નહીં તો કોર્ટે આકરો હુકમ કરવો પડશે. રખડતા પશુના કારણે કોઈનો જીવ ન જવો જઈએ'. મહત્વનું છે કે, રાજ્યમાં રખડતા ઢોરના કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે તેમજ કેટલાંક લોકો રખડતા ઢોરના શિકાર બની રહ્યાં છે. આથી, રખડતા ઢોરના કારણે થતા મૃત્યુને લઇને હાઇકોર્ટે ગુજરાત સરકાર વિરૂદ્ધ આકરું વલણ અપનાવ્યું છે.
રખડતા ઢોર મુદ્દે CMએ શહેરી વિકાસ વિભાગને આપ્યો હતો મહત્વનો આદેશ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં થોડા દિવસ અગાઉ રખડતા પશુના મુદ્દે ગુજરાત સરકારે પણ કડક વલણ અપનાવ્યું હતું. શહેરી વિકાસ વિભાગને મુખ્યમંત્રીએ મોટો આદેશ કરતાં જણાવ્યું હતું કે, 'રખડતા ઢોર મુદ્દેની કામગીરીનો એક અઠવાડિયામાં રિપોર્ટ સીધો CMને કરવામાં આવે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા પશુથી અકસ્માતના વધતાં બનાવ બાદ આ કડક સૂચના આપવામાં આવી છે. આ આદેશ બાદ રખડતાં ઢોરને પકડવાની કામગીરી વધુ ઝડપે થશે કારણ કે રિપોર્ટમાં કામ દેખાડવું પણ જરુરી છે.'