કચ્છ શાખા નહેરના લોકાર્પણથી ૧૮૨ ગામોના કુલ ૧,૧૨,૭૭૮ હેક્ટર વિસ્તારને મળશે પિયતનો લાભ
કચ્છ જિલ્લાના ૯૪૮ ગામો તેમજ ૧૦ નગરોમાં પીવાનું પાણી પૂરુ પાડવાનું આયોજન
ત્રણ ફોલ અને ત્રણ પમ્પિંગ સ્ટેશનના અદભૂત એન્જિનિયરિંગ તકનીક ધરાવતી નહેરથી કચ્છના છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યુ પાણી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૮ ઓગસ્ટના રોજ રૂ.૧૭૪૫ કરોડના ખર્ચે નિર્મિત કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલ(માંડવી)નું લોકાર્પણ કરશે. કચ્છ શાખા નહેરની સાંકળ ૨૧૪.૪૫ કિ.મી. સુધી બાંધકામ પુર્ણ કરાયું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ટપ્પર ડેમમાં પાણી પહોંચાડવાની શરૂઆત થઈ હતી. કચ્છ શાખા નહેરમાં સાંકળ ૨૧૪.૪૫ કી.મી. પછીના કામો જુદા-જુદા પ્રશ્નોના કારણે અટકેલા હતા. જેમાં ખાસ કરીને શિણાય ગામમાંથી નહેર પસાર કરવાનો પ્રશ્ન, જમીન સંપાદનના વિવિધ પ્રશ્નો, ફળાઉ ઝાડનો પ્રશ્ન, નેશનલ હાઇવે, રેલ્વે, ઓઇલ અને ગેસની પાઇપલાઈનોના ક્રોસિંગનો સમાવેશ થતો હતો. જે તમામ પ્રશ્નોનું સરકારે નિવારણ લાવીને મે-૨૦૨૨માં આ કેનાલનું કાર્ય પૂર્ણ કર્યું છે. 

કચ્છ શાખા નહેરથી જિલ્લાના ૧૮૨ ગામોને હેકટર ૨,૭૮,૫૬૧ એકર પિયત વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ શાખા નહેરના માધ્યમથી જિલ્લાના બધા જ ૯૪૮ ગામો તેમજ બધા જ ૧૦ નગરોમાં પીવાનું પાણી પુરૂ પાડવાનું આયોજન કરાયું છે. કચ્છ શાખા નહેર નર્મદા યોજના મુખ્ય નહેરની સાંકળ ૩૮૫.૮૧૪ કિ.મી બનાસકાંઠા માંથી નીકળે છે. કચ્છ શાખા નહેરની કુલ લંબાઈ ૩૫૭.૧૮૫ કિ.મી. છે. કચ્છ શાખા નહેર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ૮૨.૩૦ કિ.મી પસાર કરી કચ્છ જિલ્લામાં કચ્છના નાના રણના ૧૦ કિ.મી. ઓળંગીને સાંકળ ૯૪ કિ.મી.થી કચ્છની મુખ્ય ભૂમિ પર પ્રવેશ કરે છે. કચ્છના વિસ્તારોમાં આ કેનાલના પાણીથી ખાસ કરીને ખેતીમાં ફાયદો થશે.