બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં એક 22 વર્ષીય યુવતીને અંધશ્રદ્ધામાં પરિવારજનો બેડીથી બાધી રાખતા 181 અભયમની ટીમને અજાણી વ્યક્તિ દ્વારા જાણ કરાતા તાત્કાલિક ઘરની મુલાકાત લઈ બેનના માતા પિતાને કાઉન્સિલિંગ કરી સમજાવી બેનને સાંકળની બેડીથી મુક્ત કરાવી હતી.

બનાસકાંઠા જિલ્લા 181 અભયમ ટીમે એક દીકરીને સાંકળની બેડીઓથી મુક્ત કરાવી છે. જેમાં કોઈ અજાણ વ્યક્તિ દ્વારા 181 અભયમ ટીમને ફોન કરીને જણાવ્યું હતું કે, એક દીકરીને તેના માતા પિતાએ સાંકળ થી બાંધીને રાખે છે, જેથી 181 ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી બેનના માતા પિતાનું કાઉન્સિલિંગ કરી તેમને સમજાવી બેનને સાંકળની બેડીથી મુક્ત કરાવી હતી.

યુવતીને સાંકળથી બાંધવાનું કારણ પૂછતા તેમણે કહ્યું કે અંધશ્રદ્ધાના લીધે અને મારી સગાઈ જ્યાં કરેલ છે ત્યાં પૈસાની લેવડ દેવડ ના લીધે મારા માતા પિતાએ સાંકળથી મને બાંધેલ છે.181 અભયમ ટીમે બેનના માતા પિતાને બેનને સાંકળથી બાંધવાનું કારણ પૂછતા તેમને જણાવ્યું કે મારી દીકરીની સગાઈ થઈ ગયેલ છે પરંતુ તે કોઈ કારણોસર બે થી ત્રણ વાર ઘરેથી ભાગી ગયેલ અને અમે તેને ગૌચર વિસ્તારમાંથી શોધી લાવ્યા છીએ. એ ફરીથી ભાગી ના જાય એટલે અમે તેને સાંકળથી બાંધેલી છે. જેથી 181 ટીમે બેનના માતા પિતાને સમજાવ્યું કે અંધશ્રધ્ધામાં પોતાની દીકરી સાથે આ પ્રકારનું અમાનવીય વ્યવહાર કર્યા વગર પ્રેમ હૂંફ આપી કોઈ સારા ડોક્ટર ને બતાવી ઈલાજ કરાવવા સલાહ આપી હતી.