આજે દરેક ક્ષેત્રે ડિજિટલ યુગ થઈ ગયો છે અને પૈસાની લેવડ દેવળ પણ ડિજિટલ થઈ ગઈ છે અને એનું પ્રમાણ ખૂબ વધી ગયું છે પરંતુ આ ડિજિટલ સુવિધા ને કારણે ઘણી વાર ફ્રોડ નો સામનો કરવો પડે છે, એવુજ બન્યું છે આંધ્ર પ્રદેશમાં એક નિવૃત શિક્ષિકા સાથે એક વોટસઅપ લિંક થી બેંક ખાતામાંથી 21 લાખ ઉડી ગયા.

આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લાની નિવૃત્ત શિક્ષિકા વરલક્ષ્મીના વોટસઅપ પર અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો મેસેજમાં એક લિંક હતી શિક્ષિકાએ જ્યારે એ લીંક પર ક્લિક કર્યું અને તે છેતરપિંડીનો શિકાર થઈ ગઈ તેના ખાતામાંથી 21 લાખ રૂપિયા ઉડી ગયા.

બેંકમાં તપાસ કરતા એમને ખબર પડી કે છેતરપિંડીનો શિકાર થઈ ગઈ છે ત્યાર પછી નિવૃત શિક્ષિકાએ સાયબર સેલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 

ચેતાવણી...

આજે ઘણી બધી એવી લિંક વોટસઅપ પર આવી રહી છે જેના પર ક્લિક કરી આગળ ગ્રુપમાં નાખો અને મફત માં ડાટા મળશે કાતો આઇફોન મળશે એવી લુભામની સ્કીમો માં લોકો ફસાઈ જાઈ છે અને વિચાર્યા વગર પોતાની વિગતો આવેલી લિંક માં નાખે છે જેના પછી એ છેતરપિંડી નો શિકાર થઈ જાય છે.

આવી છેતરપિંડીના શિકાર બનવાથી લોકોને બચાવવા માટે સરકારે આની પર કડક પગલાં લેવાની જરૂર છે જેનાથી લોકો આવી છેતરપિંડીનો શિકાર થવાથી બચી જાય