રાહુલગાંધીએ મોદી ઉપર બરાબરના વરસ્યા હતા અને કટાક્ષ કરતા કહ્યું કે ‘રાજા’એ 57 સાંસદોની ધરપકડ અને 23 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે પણ અમને તાનશાહ સામે લડતા આવડે છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે ‘રાજા’એ 57 સાંસદોની ધરપકડ કરી છે અને 23 સાંસદોને આ વિષયો પર સવાલ ઉઠાવવા માટે સસ્પેન્ડ કર્યા છે.

તેમણે ટ્વીટ કર્યું, “સિલિન્ડર 1053 રૂપિયા શા માટે? દહીં-અનાજ પર GST શા માટે? સરસવનું તેલ રૂ.200 શા માટે? ‘રાજા’એ મોંઘવારી અને બેરોજગારી પર પ્રશ્નો પૂછવા બદલ 57 સાંસદોની ધરપકડ કરી અને 23 સાંસદોને સસ્પેન્ડ કર્યા તેઓને લોકશાહીના મંદિરમાં સવાલનો જવાબ આપતા ડર લાગે છે પણ તાનશાહો સામે કેવી રીતે લડવું તે અમને ખબર છે.