સુખસર ફતેપુરા તાલુકાના સુખસરમાં જાણભેદુ તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરી જવાના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે.તેમાં ટૂંકા સમયમાં સુખસરના વિવિધ વિસ્તારોમાં બંધ મકાનોને નિશાની બનાવી ચોરી કરી જવાના ત્રણ બનાવો બની ચૂક્યા છે.જેમાં એક ચોરીનો બનાવ રવિવાર રાત્રિના ત્રણ જેટલા બંધ મકાનોને નિશાન બનાવી એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ જ્યારે એક મકાનમાંથી 10 થી 12 હજાર રૂપિયા રોકડાની ચોરી કરી જ્યારે એક મકાનમાં ચોરીનો પ્રયાસ કરી ચોર લોકો પલાયન થઈ જવા પામ્યા હોવાનું જાણવા મળે છે. સુખસર પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના લખણપુર ગામના મૂળ વતની અને સુખસરમાં રહી બેંક ઓફ બરોડામાં કરાર આધારિત બી.સી મિત્ર તરીકે કામગીરી કરતા જયદીપભાઇ ભીમાભાઇ તાવિયાડ પોતાના રહેણાંક મકાનને તાળા મારી 20 ઓગસ્ટ- 2022 ના રોજ કામ અર્થે દાહોદ ગયેલા હતા.અને પરિવાર સાથે ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું.જ્યારે સુખસર ખાતે આવેલ પ્રજાપતિ વાસ માં તેમના મકાનના રાત્રિના સમયે કોઈ જાણ ભેદુ તસ્કરોએ મકાનના આગળના ભાગે તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા.અને તિજોરીની તોડફોડ કરી કપડા લત્તા વિગેરે વેર વિખેર કરી તિજોરીના ડ્રોવર નું તાળું તોડી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોર લોકોએ ચોરી કરી પાલન થઈ ગયા હતા.જેની જાણ જયદીપભાઇ તાવિયાડને થતા તેઓ સુખસર ખાતે આવી તપાસ કરતા સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તિજોરીના ડ્રોવરમાં તપાસ કરતા ડ્રોવર માં મુકેલ રોકડ રૂપિયા 84 હજાર,સોનાની ચેન બે તો જેની કિંમત રૂપિયા 40 હજાર,સોનાની વીંટી નંગ 2 એક તોલા જેની કિંમત 2 હજાર તથા કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી એક જોડ પાંચ ગ્રામની જેની કિંમત 10 હજાર,હાથે પહેરવાના ચાંદીના કડા નંગ બે જેની કિંમત રૂપિયા 7 હજાર,ચાંદીના એક જોડ છડા 200 ગ્રામના જેની કિંમત રૂપિયા 7 હજાર તથા તોશિબા કંપનીનું જૂનું લેપટોપ જેની કિંમત રૂપિયા 6 હજાર કુલ મળી રૂપિયા 1,74,000/-ની ચોર લોકો ચોરી કરી ગયા હોવા બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં રાધાબેન જયદીપભાઇ ભીમાભાઇ તાવીયાડનાઓએ ફરિયાદ આપતા સુખસર પોલીસે અજાણ્યા ચોર લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સુખસરમાં થયેલ ચોરી બાબતે ડોગ સ્કોડની મદદ લેવામાં આવી હતી. જેમાં ડોગ જે-તે જગ્યાએ ચોરી થઈ હતી ત્યાં ગયો હતો પરંતુ નક્કર પરિણામ મળ્યું નહીં હોવાનું જાણવા મળે છે.તેમજ ફિંગર પ્રિન્ટની પણ મદદ લેવામાં આવી હતી.જેના આધારે સુખસર પોલીસે અજાણ્યા તસ્કરો સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेलार ग्रामपंचायत गणपती विसर्जन
शेलार ग्रामपंचायत गणपती विसर्जन सोहळा || थेट प्रेक्षेपण 2022
ડીસામાં યુવકને બોલાવી પ્રેમિકાના પતિ સહીત ચાર શખ્સોએ માર મારી મુંડન કરતાં ચકચાર
ડીસા તાલુકાના એક ગામમાં પ્રેમિકાએ યુવકને અડધી રાત્રે લેવા માટે બોલાવી પ્રેમિકાના પતિ સહિત ચાર...
Delhi Water Crisis:जब पानी की किल्लत के बीच Delhi में पहुंचा पानी का टैंकर, देखिए ये रिपोर्ट| AajTak
Delhi Water Crisis:जब पानी की किल्लत के बीच Delhi में पहुंचा पानी का टैंकर, देखिए ये रिपोर्ट| AajTak
ওদালগুৰিত ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস পালন কৰা হয়।
ওদালগুৰিত ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস পালন কৰা হয়।দেশৰ বিভিন্ন প্ৰান্তৰ লগতে ওদালগুৰিতো অতি উলহ...