સિહોર સહિત રાજ્યભરના આઈટીઆઈ કર્મચારીઓ દ્વારા ર।. 4200ના ગ્રેડ-પે કરવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવેલ હતું. કર્મચારીઓ આગેવાનોએ આ અંગે જણાવ્યું હતું કેતેઓની આ માંગણી જો સંતોષવામાં નહીં આવે તો આગામી તારીખ 10મીનાં ગાંધીનગર ખાતે ધરણા તેમજ તા. 29નાં માસ સી.એલ. મુકી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આઇટીઆઈ કર્મચારીઓને હાલ માત્ર રુ. 2800નોગ્રેડ-પે આપવામાં આવે છે. રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ. વર્ગ-3ના આ કર્મચારીઓને 4200નો ગ્રેડ-પે આપવા માટે છેલ્લા લાંબા સમયથી રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ તેને હજુ સુધી મચક નહીં મળતાં અંતે કર્મચારીઓ દ્વારા આ આંદોલનનું શસ્ત્ર ઉગાવવામાં આવેલ છે. આ સંદર્ભે કર્મચારી આગેવાનોએ વિશ્ઞેષમાં જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યોમાં આઇટીઆઇના કર્મચારીઓને 4200 કે તેથી વધુનો ગ્રેડ-પે આપવામાં આવે છે. જ્યારે ગુજરાતનાં જ આઈટીઆઈ કર્મચારીઓને માત્ર 2800નો ગ્રેડ-પે આપી અન્યાય કરવામાં આવી રહયો છે. જો તેઓની માંગણીને સંતોષવા માટે રાજ્ય સરકાર દ્વારા હવે કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજ્યભરના આઈટીઆઈ કર્મચારીઓ દ્વારા તા. 10નાં ગાંધીનગર ખાતે ધરણાપ્રદર્શન અને 29મીનાં આઈટીઆઈ કર્મચારીઓ માસ સીએલ મુકી વિરોધ પ્રદર્શન કરશે _