ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ સીઝનમાં સૌથી વધુ કચ્છમાં 155.36 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ સીઝનનો 107.47 વરસાદ નોંધાયો છે.
- ગુજરાતમાં સીઝનનો 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો
- રાજ્યમાં ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો
- સીઝનમાં સૌથી વધુ કચ્છમાં 155.36 ટકા વરસાદ
દક્ષિણ ગુજરાતમાં 108.31 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્યમાં સીઝનનો 82.28 ટકા વરસાદ થયો છે. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં 100 ટકા વરસાદ વરસ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદી નોંધાવાની શક્યતા રહેલી છે.