ઉપરવાસમાં આવેલા ઈન્દિરા સાગર ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. જેને લઈને ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવી રહ્યુ છે. હાલ ડેમના 23 દરવાજા 3 મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે અને જળસ્તર 135.91 મીટર સુધી પહોંચ્યું છે.
- સરદાર સરોવર ડેમમાં પાણીની અધધ આવક
- ડેમમાં 8 લાખ 66 હજાર ક્યુસેક આવક
- ડેમના 23 દરવાજા 3 મીટર સુધી ખોલાયા
- ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવકnaaસરદાર સરોવર ડેમમાં 8 લાખ 66 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 23 દરવાજા 3 મીટર ખોલી કુલ 5 લાખ 62 હજાર 582 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર બની છે. નર્મદા નદીના કાંઠે આવેલા ગ્રામજનોને સુરક્ષાના કારણોસર નદીના પટમાં અવરજવર કરવાની મનાઈ કરવામાં આવી છે.