સોમવાર અને મંગળવાર એમ બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ રહ્યો હતો. આજે બુધવારે દિવસ દરમિયાન પણ ઉત્તર ગુજરાતના મહેસાણામા 5 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

  • ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર
  • મહેસાણામાં 5.44 વરસાદ ખાબક્યો
  • ઈડરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
  • અનેક સોસાયટીઓ તેમજ જાહેર રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા

સાબરકાંઠાના ઈડરમાં પણ દિવસ દરમિયાન 4 ઈંચ અને મંગળવારની રાત સાથે સવા 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે આ વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયાં હતા. મહેસાણા શહેરના અનેક વિસ્તારની સોસાયટીઓ અને જાહેર રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયાં હતા.