સિહોર અને પંથકમાં દેશી વિદેશી દારૂ અને જુગારના અડ્ડાઓ પોલીસ સતત ત્રાટકી જુગારી અને બુટલેગરો સામે કડકાઈ પૂર્વક કામગીરી કરતાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે સિહોર પોલીસે રહેણાંકી મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર ત્રાટકી મકાનમાં કરેલા ખાડામાં સંતાડી રાખેલ વિદેશી દારૂ જપ્ત કરી બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે બુટલેગરે મકાનના ફળીયામાં ખાડો ખોદી દારૂ સંતાડ્યો હતો. જ્યાં સિહોર પોલીસે બાતમીને આધારે દરોડો પાડી 18 બોટલ દારૂ સાથે દિપકને ઝડપી લીધો હતો સિહોરના રાજીવનગર કાળા ટાંકાની બાજુમાં રહેતા દિપક નામના બુટલેગરે પોતાના મકાનના ફળીયામાં ખાડો ખોદી વિદેશી દારૂની બોટલો સંતાડી હતી જે બાતમી સિહોર પોલીસને મળી હતી શહેર પોલીસ ડી સ્ટાફના ઇન્દુભા અને ટીમેં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા પોલીસે મકાનમાં ચાલતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો હતો મકાનના ફળિયામાં ખાડો ખોદી સંતાડેલ 18 વિદેશી દારૂનું બોટલ પોલોસને મળી આવી હતી પોલીસે વિદેશી દારૂના જથ્થો જપ્ત કરી દિપક સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી દારૂ ક્યાંથી આવ્યો હતો અહીં કઈ રીતે પોહચ્યો તે મામલે તપાસ આદરી છે સમગ્ર કામગીરીમાં આઇ.બી.ઝાલા, વિરેન્દ્રસિંહ ગોહીલ, ઇમરાનભાઈ ગોગદા, ભયપાલસિહ સરવૈયા, જગદીશભાઇ ડાંગર, કેવલભાઇ ચૌહાણ જોડાયા હતા.