આજ રોજ રાજુલા ડેપો ખાતે ડેપો મેનેજર મમતાબેન જોશી ના અધ્યક્ષ સ્થાને ડ્રાઇવર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

    સલામત સવારી એસ ટી અમારી ના સૂત્ર ને સાર્થક કરતા નિગમ ના ડ્રાઇવર તેમજ કંડકટર ને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે ડ્રાઈવર ડે દિવસ નિમિતે તમામ ડ્રાઈવર ભાઈઓને હાલના ટ્રાફિકની અને બદલાતા સમય માં ખરેખર ડ્રાઇવિંગ કરવું એ આસાન વસ્તુ નથી.

 ડ્રાઇવર ગૌતમ ભાઈ પડિયા ને સન્માનિત કરાયા એસ ટી નિગમ માં નિષ્ઠા પૂર્વક ફરજ નિભાવતા તેમજ પોતાના સોમ્ય સ્વભાવ થી મુસાફરી કરતા મુસાફરો ને સમય પર પોતાના સ્થળે સલામતી પૂર્વક પોહચડવા બદલ નિગમ ના અધિકારી ગણ તેમજ મુસાફર તેમજ સંતો દ્વારા ગૌતમભાઈ ને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ અનિરુદ્ધ ત્રિવેદી

રિપોર્ટ દિલીપ વાઘેલા