સિહોરના વરિષ્ટ અગ્રણી શિક્ષક પર્યાવરણ પ્રેમી માનવતાવાદી સેવાભાવી રાજકીય અગ્રણી અશોકભાઈ ઉલવાએ અંગદાન પ્રવૃતિઓમાં જોડાવવા સૌને હાંકલ કરી છે આજે ગૌતમેંશ્વર ખાતે સ્કૂલ બાળકોને અંગદાન અંગેની બાળકોને સમજણ આપી હતી તેઓએ જણાવ્યું હતું કે અંગદાન મહાદાન અને માનવ સેવા એ જ પ્રભુ સેવાની આપણી સંસ્કૃતિ અંગદાન અને અંગ-પ્રત્યારોપણથી ઊજાગર થાય છે ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે. પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો-નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે, મૃત વ્યકિતનાં હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આંતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે અંગોનું દાન થઇ શકે છે. મગજમૃત (બ્રેઇન ડેડ) વ્યકિતનાં અંગોનું દાન, કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભુત ભેટ છે. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં વધુને વધુ પ્રસરાવવા અશોકભાઈ ઉલવાએ અનુરોધ કર્યો છે.