અનેક રસ્તાઓ પર રખડતા ઢોર જોવા મળે છે

- અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વકરેલો છે,

રસ્તા ઉપર રખડતા ઢોર ના કારણે લોકોની તકલીફો વધી, આવતા જતા લોકોને સિંગ મારતા ઢોરનો લોકોમાં ભય નો માહોલ બની રહ્યો છે, 

રખડતા ઢોરનો ત્રાસ વધ્યો

રખડતા ઢોરનો ત્રાસ, મનપાની કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ

મહાનગરપાલિકા દ્વારા લાખોનો ખર્ચ કરવા છતાં રોડ પર ઢોર યથાવત છે. 

 તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોઇ રહેતા જનતામાં ઉગ્ર રોષ, અકસ્માત થશે તો જવાબદાર કોણ!

સોશિઅલ મીડિયા પર વાયરલ વિડિયો માં પણ કેટલાક વિડિયો સામે આવ્યા છે, જેમાં ઢોર કોઈ કાળ બની ને આવ્યો હોય, જ્યાં સુધી જીવ ના જાય ત્યાં સુધી ઢોર એ વ્યક્તિ ને માર મારજ કરે છે બચાવવા આવેલ વ્યક્તિ ની પાછળ પણ ઢોર ચડી જાય છે

રસ્તા પર રખડતા ઢોરના મુદ્દે હાઇકોર્ટે ફરી એકવાર રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે, હાઇકોર્ટના આદેશ છતાં આ પ્રશ્નનો ઉકેલ હજુ સુધી કેમ આવ્યો નથી ? મોટા ભાગના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે.

ઢોર ના માર થી કેટલાક લોકો ઘાયલ થયા અને કેટલાક લોકોને જીવ ગુમાવ્યો પડ્યો

ઢોર પકડવાની ગાડી માં બેઠેલા અધિકારી પેસા લઈને ઢોર ને તરત છોડી દે છે, 

ઢોર પકડવાની ગાડીઓ માં આવેલ અધિકારી ઢોર ને ન પકડવાના પેસા લે છે, આ આવત સો આના સાચી છે, 

 હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ હાઇકોર્ટમાં હાજર રહે.

ગીર, આલેચ અને બરડા ડુંગરના વિસ્તાર સિવાયના રબારી, ભરવાડ અને ચારણ સમુદાયના કેટલાક લોકો ખોટી રીતે

અનુસુચિત જનજાતિનુ સર્ટિફિકેટ મેળવે છે, તે આક્ષેપ સાથે થયેલી અરજીની સુનાવણી સમયે, ઢોરનો મુદ્દો ચર્ચામાં આવતા હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સરકારને રખડતા ઢોરના પ્રશ્નને લઇ કેટલાક સવાલ કરેલા. મહત્વનુ છે કે, અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં રસ્તા પર રખડતા ઢોરના ત્રાસના લીધે રાહદારી,

વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના લીધે, કેટલાક સ્થળો પર લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવેલો છે. તાજેતરમાં રખડતુ ઢોર પુરપાટ ઝડપે એક રેલીમાં ધુસી ગયેલ અને તેના લીધે રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેની હડફેટે આવી ગયેલા. આ ઉપરાંત, દ્વારકામાં પણ એક શોભાયાત્રામાં રખડતા ઢોર ઘુસી ગયેલ.

વરસાદની સિઝનમાં ઢોર સૂકી જગ્યા શોધી અને રોડ પર બેસી જાય છે પણ ઢોર ના માલિક ઢોરને કેમ આમ ખુલ્લા મૂકી દે છે.? ઢોર ની દેખરેખ ના કરી શકતા હો ઢોર ને રાખવાની જગ્યા ન હોય તો ઢોર ને રાખો કેમ છો.? ઢોર ને ફકત દ્દુધ કાઢવા માટે રાખો છો, ઢોર ક્યાં ફરે છે શું ખાય છે એનું કોઈ ધ્યાન રખવા માં આવતું નથી,

મહત્વનું છે કે ચોમાસાની સીઝન શરૂ થતા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધે છે. જેના કારણે શહેરજનોમાં અકસ્માતની ભીતિ સર્જાઈ છે. તો મહાનગર પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવા સૂચના અપાઈ હતી. પરંતુ શહેરમાં રસ્તા પર રખતડતા ઢોર જોવા મળતા મનપાની કામગીરી માત્ર કાગળ પર હોવાનો વિપક્ષે પણ આક્ષેપ કર્યો.

એક તરફ રસ્તા પર ઢોરનો ત્રાસ અને બીજી બાજુ ટ્રાફિકનો નવો કાયદો પણ લોકો માટે આખલા સમાન બની ગયો છે.

રસ્તા પર જ્યાં ત્યાં બેસેલા ઢોર અને ખાડા વાળા રસ્તામાં ભાવેણાવાસીઓની હાલત કફોડી બની ગઈ છે. 

લોકોને રસ્તામાં ખાડા અને ઢોર બંનેથી બચવાનું બહુ ભારે મુશ્કેલીની સામનો સહન કરવું પડી રહ્યો છે, 

વિકાસની મોટી મોટી વાતું કરતી મનપા ઢોર પાછળ લાખો રૂપિયા ખર્ચવા છતાં કેમ ઢોર સમસ્યા હલ થતી નથી. વિપક્ષે તો આક્ષેપ કર્યા છે કે લોકોની હાલત એટલી હદે ખરાબ છે કે રસ્તો અને તેમાં વાહન લઈને જવું એટલે સરહદ પર જવા સમાન બની ગયું છે.

સરકારી આંકડા મુજબ રખડતા ઢોરનો ત્રાસ એટલો વધી ગયો છે જે કે સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 7 થી 8 લોકોના મોત સમાચાર જોવા મળે છે,  

સરકારનું કહેવુ છે કે, જો રખડતા ઢોર બિમાર છે, તો તેમને યોગ્ય સારવાર કરાવો, ત્યાર બાદ તેનું વેક્સિનેશન કરવામા આવે. જેનાથી આ પશુઓને થતાં સંક્રમણની વચ્ચે તે માણસોમાં ન ફેલાય. કેન્દ્ર સરાકરે રાજ્યોને એવા પણ નિર્દેશ આપ્યા છે કે, રાજ્ય સરકાર આવા લોકોની ઓળખાણ કરે, જે પોતાના પશુઓને કઈ બિમારી અથવા તો નકામા થતાં ઢોરને રખડતા મુકે દે છે. સરકારે આવા લોકો પર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. 

ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે.  

વધુ માહિતી આવતા અંકે

પ્રતિનિધિ _ રવિ બી. મેઘવાલ 

#sms #sms01 

#social_media_sandesh 

@social_media_sandesh