કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે નેશનલ હેરાલ્ડ કેસમાં ત્રીજા દિવસે પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ઓફિસ પહોંચ્યા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બીજી તરફ સોનિયા ગાંધીની EDની પૂછપરછના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ મુંબઈના બોરીવલી રેલ્વે સ્ટેશન પર ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે, તેમની અટકાયત કરવામાં આવી છે

કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હીમાં પણ પાર્ટી હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કેન્દ્ર સરકાર અને ED પર આકરા પ્રહારો કર્યા હતા.
ગેહલોતે કહ્યું કે EDએ દેશમાં આતંક મચાવ્યો છે.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ED કોંગ્રેસને બદનામ કરવા અને હેરાન કરવાનો પ્રયાસ કરી રહી છે. સોનિયા ગાંધીની તબિયત સારી નથી છતાં પણ તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે.
તેમને લાગે છે કે આમ કરવાથી કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ તૂટી જશે પરંતુ અમે પાછળ હટવાના નથી