આજે બુધવારે મોટી કાર્યવાહી કરતા કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ લાલુ યાદવના પૂર્વ OSD ભોલા યાદવની ધરપકડ કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ધરપકડ રેલ્વે ભરતી કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં કરવામાં આવી છે.
આટલું જ નહીં સીબીઆઈએ બિહારના પટના અને દરભંગામાં પણ ચાર સ્થળોએ દરોડા પાડ્યા છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ભોલા યાદવ 2004 થી 2009 સુધી લાલુ યાદવના ઓએસડી હતા.
તે સમયે લાલુ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. આ સાથે જ રેલવેમાં ભરતી કૌભાંડ સામે આવ્યું હતું.
વાસ્તવમાં આ મામલો ભરતી કૌભાંડ સાથે જોડાયેલો છે.
આરોપ છે કે લાલુ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે નોકરી અપાવવાના બદલામાં જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. આ મામલામાં તપાસ કર્યા બાદ સીબીઆઈએ લાલુ યાદવ, રાબડી દેવી, મીસા યાદવ, હેમા યાદવ અને એવા કેટલાક ઉમેદવારો સામે કેસ નોંધ્યો છે જેમને પ્લોટ અથવા પ્રોપર્ટીના બદલામાં નોકરી આપવામાં આવી હતી.
આ પહેલા મે મહિનામાં સીબીઆઈએ આ મામલામાં લાલુ યાદવ સાથે જોડાયેલા 17 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
સીબીઆઈની આ કાર્યવાહી લગભગ 14 કલાક સુધી ચાલી હતી. આ દરોડા લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીના પટના, ગોપાલગંજ અને દિલ્હીમાં સ્થાનો પર પાડવામાં આવ્યા હતા.
ભોલા યાદવની ધરપકડ બાદ નવા ખુલાસા થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.