સંજેલી રાખ્યા નદીના વળાંકમાં લાંબા રૂટની બસનો થયો હતો અકસ્માત ડ્રાઇવરની સાવચેતી થી મોટી દુર્ઘટના ટળી.

બસમાં સવાર 27 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, તેમજ બસના મુસાફરોને અન્ય બસમાં બેસાડી અને રવાના કરવામાં આવ્યા હતા 

પ્રાપ્ત માહિતી મુજબ સંજેલી લાંબા રૂટની બસને નડ્યો હતો અકસ્માત, જામનગર કાલાવડ સંજેલી દાહોદ બસ સંજેલી તરફ આવતા સમયે સંજેલીથી આશરે બે કિલોમીટર દૂર રાખ્યા નદીના વળાંકમાં કઈ કારણોસર બસ રસ્તાથી નીચે ઉતરી પડી હતી. ત્યારે હાલ ચોમાસાની સિઝનને લઈને પણ રસ્તાની આસપાસ પોચી માટીના કારણે આ બસ રસ્તાની નીચે ઉતરતા કાદવ કિચડ તેમજ પોચી માટી હોવાના કારણે ફસાઈ ગઈ હતી. જો કે કહી શકાય કે બસ ડ્રાઇવરની સાવચેતીના કારણે કોઈ મોટો બનાવ બન્યો ન હતો. જોકે આ બનાવ સંબંધે એસટી વિભાગને પણ જાણ થતા બસને તે સ્થળ ઉપરથી બહાર કાઢવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ક્રેન બોલાવવામાં આવ્યું હતું તેમજ બસને ખેંચીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી .