દાહોદ, તા.૨૩ - આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ અમદાવાદના નોટીફીકેશન મુજબ આગામી તા ૧૫.૧૦.૨૦૨૨ થી તા.૦૮.૧૧.૨૦૨૨ દરમિયાન ગુજરાત યુનિવર્સીટી સ્પોર્ટ કોમ્પલેક્ષ ,નવરંગપુરા, અમદાવાદ ખાતે લશ્કરી (અગ્નીવીર)ની ભરતી રેલી યોજાનાર છે ,જેમા ભાગ લેવા માટે www.joinindianarmy.nic.in ની વેસાઈટ પર તા ૦૩.૦૯.૨૦૨૨ સુધિ ઓનલાઈન અરજી કરવાની રહેશે , માત્ર ઓનલાઈન અરજી કરેલ ઉમેદવારો એડમીટ કાર્ડ મેળવ્યા બાદ ભરતી રેલીમાં ભાગ લઈ શકશે.
ભરતી રેલીમાં દાહોદ જીલ્લાના ઉમેદવારો સારો દેખાવ કરી શકે તે માટે જીલ્લા રોજગાર કચેરી, દાહોદ દ્વારા દાહોદ ખાતે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભરતી પૂર્વેની ૩૦ દિવસની નિવાસી તાલીમવર્ગ સપ્ટેમ્બર ૨૦૨૨ માં શરુ કરવાનું આયોજન છે. જેમાં ઉમેદવારોને ભરતી પુર્વે શારીરીક અને લેખીત પરીક્ષા અંગે તજજ્ઞ વકતા દ્વારા વિના મુલ્યે તાલીમ આપવામા આવશે તાલીમ જોડાનાર ઉમેદવારોને રહેવા અને જમવાની સુવિધા અને સ્ટાઈપેન્ડ અને સાહીત્ય વિના મુલ્યે આપવામા આવશે. તાલીમમાં જોડાવા રસ ધરાવતા ૧૭.૫ થી ૨૦ વર્ષ સુધીના અને ધો.૧૦ પાસ ૪૫ ટકા સાથે પાસ કરેલ અપરણીત ઉમેદવારોએ જીલ્લા રોજગાર કચેરી ,ત્રીજો માળ,જીલ્લા સેવા સદન છાપરી ,દાહોદ ખાતે અગ્નીવીર ભરતી માટેનુ ઓનલાઈન ભરેલ અરજી ફોર્મની નકલ,ધો ૧૦ ની માર્કશીટ , એલ.સી , જાતીનો દાખલો , ડોમીસાઈલ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંકની પાસબુક નકલ, રોજગાર કચેરીનું નોંધણી કાર્ડ અથવા અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરાવેલ જોબસીકર નંબર તેમજ પાસપોર્ટ સાઈઝના - ૦૨ ફોટા સાથે સંમતીપત્ર સાથેનું નિયત અરજી ફોર્મ તા -૩૦.૮.૨૦૨૨ સુધી જમા કરાવવાનું રહશે. ઉમેદવારોને લેખીત અને શારીરિક તાલીમ આપી શકે તેવા પીટી, ગણીત, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, અંગ્રેજી અને કોમ્પ્યુટરવિષયના શિક્ષક કે ફેકલ્ટી પણ રોજગાર કચેરીને બાયોડેટા અને શેક્ષણીક લાયકાત /અનુભવના પ્રમાણપત્ર સાથે રોજગાર કચેરી દાહોદને અરજી કરી શકશે.
લશ્કરી (અગ્નીવીર)ભરતીમાં પાસ થવા તેમજ મેરીટમાં આવવા માટે ઉમેદવારોએ ૧૬૦૦ મીટર દોડ ૫.૩૦ મીનીટમાં દોડવી ફરજીયાત છે. તેમજ ૧૦ પુલ અપસ, ૯ ફૂટનો લાંબો કુદકો કરવાનો હોય છે. ઉમેદવારની ઉંચાઈ ૧૬૮ સેમી કે તેથી વધુ (એસ.ટી માટે ૧૬૨ સે.મી કે તેથી વધુ) હોવી જોઈએ તેમજ ૫૦ કી.ગ્રા વજન અને ૭૭ થી ૮૨ સે.મી છાતી હોવી જરૂરી છે. શારીરિક પરીક્ષા અને મેડીકલ પાસ કરનાર ઉમેદવારોને લેખીત પરીક્ષા માટે અમદાવાદ બોલાવવામા આવશે, તમામ પરીક્ષા અને ડોકયુમેન્ટ વેરીફીકેશન બાદ ભરતી કરવામા આવશે. વધુ ભરતીને લગતા ડોકયુમેન્ટ અને પ્રોસીઝર માહીતી માટે ઉમેદવારોએ www.joinindianarmy.nic.in પર નુ નોટીફીકેશન જોવા તેમજ રોજગાર કચેરી દાહોદનો રુબરુ અથવા તેની હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રી એ.એલ. ચૌહાણે જણાવેલ છે.