ભારત દેશમાં બોલિવૂડ સ્ટાર ટાઇગર શ્રોફ તથા દિશા પટની અલગ થઈ ગયા હોવાની ચર્ચા બી ટાઉનમાં જોરશોરથી થઈ રહી છે. દિશા પટની તથા ટાઇગર શ્રોફ છેલ્લાં છ વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. જોકે, તેઓ હવે અલગ થઈ ગયા છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટાઇગર તથા દિશા હવે કપલ તરીકે સાથે નથી. બંનેએ અલગ થવાનો નિર્ણય કેમ લીધો તે હજી કોઈને ખ્યાલ નથી, પરંતુ હવે બંને સિંગલ છે. બંનેએ 2018માં ફિલ્મ 'બાગી 2'માં પહેલી વાર સાથે કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે વિવિધ મ્યૂઝિક વીડિયોમાં સાથે કામ કર્યું હતું. 'બાગી 3'માં દિશા પટનીએ એક સોંગ કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશા તથા ટાઇગર વચ્ચેના સંબંધોમાં છેલ્લા એક વર્ષથી ઉતાર-ચઢાવ આવતા હતા. જોકે, તેમણે આ વાત કોઈના ધ્યાનમાં ના આવે તે રીતે છુપાવીને રાખી હતી. જોકે, છેલ્લાં કેટલાંક મહિનાથી તેમની વચ્ચે કંઈ જ ઠીક નહોતું અને અંતે તેમણે અલગ થવાનો નિર્ણય લીધો હતો.

ટાઇગર શ્રોફના મિત્રે નામ ના આપવાની શરતે કહ્યું હતું કે તેમને થોડાં અઠવાડિયા પહેલાં જ બંનેના બ્રેકઅપની જાણ થઈ હતી. ટાઇગરે તેના મિત્રોને હજી સુધી આ અંગે કોઈ વાત કહી નથી. તે હાલમાં પોતાના કામ પર ફોકસ કરવા માગે છે. તેના પર બ્રેકઅપની વધુ અસર થઈ નથી.

દિશા તથા ટાઇગર બ્રેકઅપ બાદ મિત્રો તરીકે સાથે રહેશે. તેઓ સો.મીડિયામાં એકબીજાને ફોલો કરશે. ઉલ્લેખનીય છે કે દિશા તથા ટાઇગરે ક્યારેય બંને વચ્ચે રિલેશનશિપ હોવાની વાત સ્વીકારી નહોતી. જોકે, બંને અવાર-નવાર સાથે જોવા મળતા હતા. આટલું જ નહીં ઇવેન્ટમાં પણ સાથે આવતા હતા. બંને માલદિવ્સમાં વેકેશન પણ માટે પણ ગયા હતા.