પાવી જેતપુર તાલુકાના નાનીબેજ ગામે ચોમાસાની શરૂઆતમાં જ હોળી ફળીયા જવાના રસ્તા પરની નાળું તૂટી જતાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ટીડીઓને લેખિતમાં આવેદનપત્ર આપીને તપાસની માંગ કરી છે.

      પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુરના નાનીબેજ ગામના હોળી ફળિયા જવાના માર્ગ પર ચાર વર્ષ પહેલાં નાળું બનાવવામાં આવ્યું હતું. જે નાળાના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. અને હલકી ગુણવત્તાવાળું હોવાને કારણે એક ટ્રક પસાર થતા જ નાળામાં ગાબડું પડી ગયું હતું, અને હાલ ચોમાસામાં નાળું તૂટી જતાં હોળી ફળિયાના લોકોને કોતરના ધસમસતા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. 

    થોડા દિવસ પહેલા જ હોળી ફળિયામાં એક મૈયત થતા અંતિમયાત્રા કોતરના પાણીમાંથી મજબૂરી પસાર કરવાની ફરજ પડી હતી. આ પરિસ્થિતિ માટે ગ્રામજનો સરપંચ તેમજ જવાબદાર અધિકારીઓને માનીને ખૂબ જ કડક તપાસની માંગ કરતી અરજી પાવીજેતપુરના તાલુકા વિકાસ અધિકારીને આપી છે.