ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન માછણ ડેમ 277.64 મીટર પર થયો ઓવરફ્લો.

દાહોદ જિલ્લામા વરસેલા વરસાદને પગલે જિલ્લાના ડેમ છલકાયા છે. ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન માછણ ડેમ 277 પોઇન્ટ 64 મીટર પર ઓવરફ્લો થયો છે.

માછણ ડેમ તેની પુર્ણ સપાટી ઉપર પહોચતા 277 પોઇન્ટ 64 મીટર પર ઓવરફ્લો થઈ રહ્યો છે.

ડેમ ઓવરફલો થતા નિચાણ વિસ્તારમા આવતા 11 ગામોને એલર્ટ કરાયા છે, જેમા ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા, ધાવડીયા, મહુડી, મુનખોસલા, માંડલીખુટા, થેરકા ,ભાણપુર, ખરસાણા, મેલનીયા, વરોડ, નાનસલાઈને એલર્ટ કરાયા છે.

હાલ ડેમ ની સપાટી 277 પોઇન્ટ 64 મીટર છે. ડેમ તેની પુર્ણ સપાટી 277 પોઇન્ટ 64 મીટર પર ઓવરફ્લો થઈ રહ્યો છે