ખેડા જિલ્લાના વસો ખાતે મામલતદાર કચેરીમાં જિલ્લાા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં હાજર રહેલ 13 થી વધારે અરજદારોના પ્રશ્નોનો જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ/સહાય હુકમો રૂબરૂ પાઠવ્યા હતા.
અરજદારોનો હકારાત્મલક નિકાલ આપતા તેમણે કલેકટર કે.એલ.બચાણી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ગેરહાજર રહેલ અરજદારોના પ્રશ્ન નિકાલ બાબતે હાજર રહેલ સંબંધિત રજૂઆતો કરવામાં આવેલ હતી. જેનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અરજદારો ઉપરાંત મામલતદાર જે.પી.ઝાલા સહિત પોલિસ વિભાગના અધિકારીઓ, સંલગ્નત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.