ગોધરા નગર પાલિકાના વોર્ડ નંબર સાતમાં આવેલ ભૂખરી પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નહિ હોવાને કારણે ભરાઈ રહેતા સ્થાનિક રહીશોને ભારે હલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો તેમજ આ વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ રહેવાને કારણે તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં સ્થાનિક રહીશોમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા પાલિકાના સત્તાધીશો અને પાલિકા સભ્યોને અનેકવાર રજુવાતો કરવામાં આવી હોવા છતાં આ સ્થાનિક રહીશો સાથે વોર્ડના સભ્યો દ્વારા ઉદ્ધતભર્યા વર્તન સાથે કહેવામાં આવ્યું કે અમે તમારા મતની કિંમત ₹ ૫૦૦ છે અને તે અમોએ ચૂકવીને તમારા મતો ખરીદયા છે હવે આ વરસાદી પાણીનો નિકાલ આ વિસ્તારના રહીશો દ્વારા જ પાવડા પકડીને કરો ત્યારે હવે પાણીના નિકાલ માટે પાલિકાના સત્તાધીશો અને વોર્ડના સભ્યો દ્વારા કામ કરાવવાને બદલે સ્થાનિક રહીશો જોડે જ કામ કરવા માટે કહેવામાં આવતું હોય ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા કામ નહી કરો તો વેરો પણ નહીં ભરીએ તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે શું પાલિકાના સત્તાધીશો દ્વારા આ વિસ્તારોમાં ભરાઈ રહેલ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે કે પછી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની રાહ જોવામાં આવશે તેવી ચર્ચાઓ અહીંના રહીશોના મુખે ચર્ચાના સ્થાને રહી હતી.