હિંમતનગર ના યુવાન જોડે ઓનલાઇન ફ્રોડનો બનાવ બન્યો.

આજ કાલ ઓનલાઇન છેતરપિંડી ના બનાવો વઘતા જ જાય છે, જેમાં ફ્રોડ ટોળકી જાતજાત ના નુસખા અપનાવી ને લોકોને ફસાવી પૈસા પડાવવાના અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે આવોજ એક કિસ્સો હિંમતનગર ના ઝહીરાબાદ વિસ્તારમાં રેહતા અયાન સિંધી નામના યુવક સાથે બની ગયો, જેમાં ઓનલાઇન લોનનો મેસેજ આવતા લોન વિશે પૂછતાછ કરી હતી ત્યારબાદ ઓનલાઇન પર આધારકાર્ડ, ફોટો વગેરે ડોક્યુમેન્ટ મંગાવી લીધા હતા, અને લોન પણ આપી ના હતી છતાં અઠવાડિયા પછી તમે લોન લીધી છે તેનો 3500 નો હપ્તો ભરીદો નહીં તો તમારા ન્યુડ ફોટો વાઇરલ કરી દઇશુ, આમ વારંવાર ફોન આવતો હોવાથી તેને ગઠિયા ની વાતમાં ના આવી પૈસા ના ભરવાનું નક્કી કર્યું હતું, ત્યારબાદ છેતરપિંડી કરનાર ગઠિયા ટોળકીના માણસે તેનો ફોન હેક કરી તેના બધા સંપર્ક નંબર પર એડિટ કરી ન્યુડ ફોટો વાઇરલ કર્યો હતો જેનાથી પરેશાન થઇ સાઇબર ક્રાઇમ ઓફિસ નો સંપર્ક કરી ફરિયાદ કરી હતી,

આવાજ ગુજરાત માં ન્યુડ ફોટો વાઇરલ થતા ગુજરાત માં એક બ્યક્તિ એ કંટાળી આત્મવિલોપન કરેલ હતું.

રિપોર્ટર : વારિસ સૈયદ

હિંમતનગર.