સોનગઢ સ્ટેશન ના સ્ટેશન માસ્ટરે પેસેન્જરની ભુલાઈ ગયેલ ટ્રોલી બેગ પેસેન્જરના સંબંધીને પરત સોંપી ભાવનગર ડિવિઝનના સમર્પિત કર્મચારીઓ પોતાના સન્માનીય ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા આગળ રહે છે. આ ક્રમમાં, 20 ઓગસ્ટ, 2022 (શનિવાર) ના રોજ ભાવનગર-બાંદ્રા ટ્રેન (12972) ઉપડ્યા પછી, પ્લેટફોર્મ પર લાલ રંગની ટ્રોલી બેગ પડી હતી, જેને એક રેલવે કર્મચારી દ્વારા સ્ટેશન માસ્ટરની ઓફિસમાં સોંપવામાં આવી હતી. થોડા સમય પછી સ્ટેશન માસ્તરની ઓફિસમાંથી મુસાફર શ્રી મનોહરલાલ જૈનનો ફોન આવ્યો કે તેઓ અમદાવાદ જવા માટે સોનગઢ સ્ટેશને આવ્યા છે. ભૂલથી તે સ્ટેશન પર જ લાલ રંગની ટ્રોલી બેગ છોડી ગયો છે. સ્ટેશન માસ્તરે તેમને ખાતરી આપી કે ટ્રોલી બેગ મળી ગઈ છે, પછી મુસાફરે સ્ટેશન માસ્તરને વિનંતી કરી કે બે દિવસ પછી તેની સંબંધી મહિલા સોનગઢ જવાની છે, કૃપા કરીને આ બેગ તેમને સોંપી આપવા મહેરવાની કરશો. સ્ટેશન માસ્તરે તે બેગ તેમની ઓફિસમાં સલામત રખાવી હતી. 23મી ઓગસ્ટ, 2022 (મંગળવાર) ના રોજ જ્યારે મુસાફરની મહિલા સંબંધી સ્ટેશન પર પહોંચી ત્યારે સ્ટેશન માસ્તર શ્રી સાગર પરમારે તેની પૂછપરછ કરી અને મુસાફર સાથે વાતચીત કરીને ખાત્રી કરીને ટ્રોલી બેગ સંબંધીને પરત સોંપી. પેસેન્જરે બેગ સુરક્ષિત રીતે મળવા બદલ રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાવનગર ડિવિઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી મનોજ ગોયલે સ્ટેશન માસ્તરની પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરીને તેમને પ્રોત્સાહિત કર્યા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं