કોંગ્રેસના ગઢ પંજાબમાં આમ આદમી પાર્ટીએ વિધાસનસભાની ચૂંટણીમાં બહુમતી હાંસલ કર્યા બાદ હવે ભાજપના ગઢ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની નજર છે.
જોકે,ગુજરાતમાં વિધાનસભાના ઇલેકશનમાં આમ આદમી પાર્ટીનું જનતામાં વર્ચસ્વ જોવા મળી રહ્યું છે
ત્યારે આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ અગાઉ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં મોટા માથાઓ ભાજપના ડર થી અરવિંદ કેજરીવાલ ને મળવાથી દૂર રહે છે તેઓએ આક્ષેપ કર્યો કે રાજકોટ, જામનગરમાં ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળ્યા તો જીએસટી અધિકારીઓએ તેમને બરાબરના ધમકાવ્યા હતા.
ભાજપ સરકારી સંસ્થાનો ઉપયોગ કરી ડરાવતા હોવાની વાત તેઓએ કરી હતી.
જોકે,તેમછતાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં મહેનત કરી રહી છે અને સફળ થયેલા દિલ્હી મોડેલને ગુજરાતમાં લાવવા ઉપર ભાર મુકતા લોકોમાં આપ તરફ ઝુકાવ વધ્યો છે અને અમુક વિસ્તારમાં પાર્ટી મજબૂત બની રહી છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ પ્રારંભિક સફળતા મળી હતી.
ફેબ્રુઆરી 2021માં યોજાયેલી રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં AAPની સત્તાવાર એન્ટ્રી થઈ હતી, જેમાં સુરતના પાટીદારોના ગઢમાં પાલિકાની ચૂંટણીમાં AAPએ 27 બેઠકો હાંસલ કરી વિરોધ પક્ષ તરીકે સ્થાન મેળવી કોંગ્રેસને ત્રીજા નંબર પર ધકેલી દેતા ગુજરાતના રાજકારણ માં આમ આદમી પાર્ટી હવે ભાજપ સામે ટક્કર લેવા સક્ષમ છે.

પહેલા દિલ્હી અને પછી પંજાબને રીઝવવામાં સફળ થયા બાદ હવે કેજરીવાલ ગુજરાતમાં મોટો ફેરફાર કરવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન તેણે ભારતને વિશ્વમાં નંબર-1 દેશ બનાવવાના મિશનના ભાગરૂપે મિસ્ડ કોલ નંબર જારી કરીને વિશ્વભરના ભારતીયો સાથે જોડવાનો પ્રયાસ પણ શરૂ કર્યો છે.