પાટણ શહેરમાં આવેલ ચતુર્ભુજ બાગ ની પાછળ ના ભાગે છેલ્લા કેટલા સમયથી ગટરનું પાણી ઉભરાતા વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે

પાટણ ૨૨

પાટણ શહેરમાં આવેલ ચતુર્ભજ બાગ ની પાછળ ના ભાગે છેલ્લા કેટલાક સમયથી ગટરનું પાણી ઉભરાતા ત્યાં હાલમાં રોગ ચારો ફેલાય તેવી સંભાવના વર્તાઈ રહી છે અને ત્યાંના વેપારી તેમજ પાટણ શહેરમાં ખરીદી માટે આવતા લોકોને આ ગંદકી નો સામનો કરવાનો વારો આવ્યો છે તો વહીવટી તંત્ર તેમજ પાટણ નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ આ બાબતે ધટતી કાર્યવાહી હાથ ધરે તેવી લોક માંગ ઉઠવા પામી છે

રિપોર્ટર. ઇમરાન મેમણ પાટણ