ATS અને વડોદરા SOGની ટીમોએ સોમવારે સાંકરદા GIDC ખાતેના વેરહાઉસમાં દરોડો પાડી લાખો રૂપિયાની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સનો કાચો માલ મળી આવ્યો હતો. દરોડાની સાથે એફએસએલ પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે. એક વ્યક્તિની અટકાયત કરી તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદ ATSએ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી એક કંપની પર દરોડો પાડીને 1125 કરોડની કિંમતનું 250 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
આ ગુનામાં સંડોવાયેલા કંપની મેનેજર સહિત છ આરોપીઓને કોર્ટે નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સાંકરદા જીઆઇડીસી ખાતેના વેરહાઉસમાં રાખવામાં આવતા કાચા માલની કડીની તપાસના આધારે પોલીસે દરોડા પાડતા આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ શરૂ કરી છે.