થરાદ તાલુકાના ભડોદર ગામેથી પસાર થઈ રાજસ્થાન તરફ ખેતી મુખ્ય કેનાલમાંથી ભૂવા પડવાથી પાણીનો ભેજ ખેતરોમાં પ્રસરતો જઈ રહ્યો છે. જમીનનો બગાડ થતો અટકાવવા માટે જરૂરી સમારકામ કરવા તથા સુજલામ સુફલામ્ નહેર ઉપર આવેલ બંધ ૪૪૬ ઉપર મુકેલ સાયફન માટે ખોદકામ કરીને પાકું બાંધકામ કરી પછીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે.

  • ભડોદર ગામે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા
  • કેનાલનું પાણી નીકળતાં ખેતરો બેટમાં ફેરવાયા
  • ખેડૂતોમાં ભારે રોષ, ખેડૂતો પાક ન લઇ શકતા પરેશાન

કેનાલ ઉપર સાંકળ ૪૪૬ કી.મી. ઉપર સાયફન મુકવામાં આવેલ છે. તે સાયફનના પાણીનો નિકાલ માટે યોગ્ય ખોદકામ કરીઆપી પાણીનો નિકાલ કરવાનું થતું હોય છે અને આ પાણીના નિકાલ માટે જમીન પણ સંપાદન થયેલ છે. તેમ છતાં આજદિન સુધી કોઈ પણ પ્રકારનું ખોદકામ કર્યું નથી કે પાણીનો નિકાલ કરેલ નથી. જેના કારણે ખેતરોમાં પાણી ઉભેલા પાકોને નુકશાન કરે છે તેમજ જમીનોને પણ નુકશાન કરે છે.